Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MP Mimi Chakraborty: લોકસભા ચૂંટણી પહેલા TMC પાર્ટીના સૌથી લોકપ્રિય સાંસદે આપ્યું રાજીનામું

MP Mimi Chakraborty: પશ્ચિમ બંગાળ (West Bengal) માં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મિમી ચક્રવર્તી (MP Mimi Chakraborty) એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિમી ચક્રવર્તી (MP Mimi Chakraborty) એ પોતાનું રાજીનામું પાર્ટીના વડા મમતા બેનર્જી (Mamata Banerjee)...
mp mimi chakraborty  લોકસભા ચૂંટણી પહેલા tmc પાર્ટીના સૌથી લોકપ્રિય સાંસદે આપ્યું રાજીનામું

MP Mimi Chakraborty: પશ્ચિમ બંગાળ (West Bengal) માં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મિમી ચક્રવર્તી (MP Mimi Chakraborty) એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિમી ચક્રવર્તી (MP Mimi Chakraborty) એ પોતાનું રાજીનામું પાર્ટીના વડા મમતા બેનર્જી (Mamata Banerjee) ને સોંપ્યું છે. અભિનેત્રીનું કહેવું છે કે તે પોતાની સીટ પર TMC ના સ્થાનિક નેતૃત્વથી નારાજ છે.

Advertisement

  • મીમી ચક્રવર્તીનું રાજીનામું ઔપચારિક ગણવામાં આવશે નહીં
  • મીમી ચક્રવર્તીએ મોદી લહેરને બંગાળ અટકાવી હતી
  • ટીએમસી નેતાએ મીમી પર આ આરોપો લગાવ્યા હતા

મીમી ચક્રવર્તીનું રાજીનામું ઔપચારિક ગણવામાં આવશે નહીં

મીમી ચક્રવર્તી (MP Mimi Chakraborty) એ કહ્યું કે તે પોતાની સીટ પર સ્થાનિક TMC નેતૃત્વથી નાખુશ છે. જોકે તેમણે તેમનું રાજીનામું લોકસભાના અધ્યક્ષને સુપરત કર્યું નથી. તેથી તકનીકી રીતે તેમણે માત્ર તેમના નિર્ણયની જાહેરાત કરી છે. તેથી આ ઔપચારિક રાજીનામું ગણવામાં આવશે નહીં.

Advertisement

મીમી ચક્રવર્તીએ મોદી લહેરને બંગાળ અટકાવી હતી

મીમી ચક્રવર્તી (MP Mimi Chakraborty) ની લોકપ્રિયતા જોઈને TMC એ તેને 2019 માં ઉમેદવાર બનાવી હતી. મિમી ચક્રવર્તી (MP Mimi Chakraborty) સામે ચૂંટણી લડવા માટે ભાજપે અનુપમ હઝરાને ટિકિટ આપી હતી. જ્યારે વિકાસ રંજન ભટ્ટાચાર્ય સીપીએમ તરફથી ચૂંટણી લડી રહ્યા હતા. પરંતુ મિમી ચક્રવર્તી (MP Mimi Chakraborty) એ પોતાની લોકપ્રિયતાની સામે બંગાળમાં મોદી લહેરને પાછી મોકલી દીધી હતી.

ટીએમસી નેતાએ મીમી પર આ આરોપો લગાવ્યા હતા

પશ્ચિમ બંગાળ (West Bengal) સરકારના રાજ્ય મંત્રી શ્રીકાંત મહતોએ દાવો કર્યો હતો કે ટીએમસી સાંસદ મિર્મી ચક્રવર્તી (TMC MP Mimi Chakraborty) અને અન્ય મોટા નેતાઓએ પૈસા લૂંટ્યા હતા. તેણે આરોપ લગાવ્યો હતો કે મિમી ચક્રવર્તી, જૂન માલિયા, સયાની ઘોષ, સાયંતિકા બેનર્જી, નુસરત જહાં જેવા નેતાઓ પૈસા લૂંટી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ કેબિનેટના તમામ મંત્રીઓ ચોર છે.

Advertisement

આ પણ વાંચો: Farmers Protest Leader: વિરોધ પ્રદર્શનકારી ખેડૂતોના વડાનો સામે આવ્યો વાયરલ વીડિયો

Tags :
Advertisement

.