Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Motorola એ સૌથી સસ્તો ફોન કર્યો લોન્ચ,જાણો કિંમત અને ફીચર્સ

Motorola Edge 50 Neo 5G ભારતમાં થયો લોન્ચ 50MP કેમેરા, 8GB રેમ, વાયરલેસ ચાર્જિંગની સુવિધા Motorola Edge 50 Neoમાં 4310mAh બેટરી સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MP કેમેરા છે.   Motorola Edge 50 Neo 5G સ્માર્ટફોન (5G smartphone)ભારતમાં લોન્ચ...
motorola એ સૌથી સસ્તો ફોન કર્યો લોન્ચ જાણો કિંમત અને ફીચર્સ
  • Motorola Edge 50 Neo 5G ભારતમાં થયો લોન્ચ
  • 50MP કેમેરા, 8GB રેમ, વાયરલેસ ચાર્જિંગની સુવિધા
  • Motorola Edge 50 Neoમાં 4310mAh બેટરી
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MP કેમેરા છે.

Advertisement

Motorola Edge 50 Neo 5G સ્માર્ટફોન (5G smartphone)ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. મોટોરોલા(Motorola)નો આ સ્માર્ટફોન IP68 રેટિંગ, વાયરલેસ ચાર્જિંગ જેવા મજબૂત ફીચર્સ સાથે આવે છે. કંપની ભારતમાં આ સીરીઝમાં એજ 50 અને એજ 50 અલ્ટ્રાને લોન્ચ કરી ચૂકી છે. મોટોરોલા છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય બજારમાં ઘણા મિડ અને બજેટ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. આવો, ચાલો જાણીએ Motorolaના આ નવા મિડ-બજેટ ફોન વિશે...

Advertisement

Motorola Edge 50 Neo 5G ની કિંમત

આ મોટોરોલા સ્માર્ટફોન માત્ર એક સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે - 8GB RAM + 256GB.આ ફોનની કિંમત 23,999 રૂપિયા છે. તે ચાર રંગ વિકલ્પોમાં ખરીદી શકાય છે - નોટિકલ બ્લુ, પોઇન્સિયાના, લાટ્ટે અને ગ્રિસેલ. આ સ્માર્ટફોનનું પ્રથમ વેચાણ 24મી સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે કંપનીની સત્તાવાર વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર આયોજિત કરવામાં આવશે. કંપની ફોનની ખરીદી પર 1,000 રૂપિયાનું ફ્લેટ બેંક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

Advertisement

આ પણ  વાંચો -JIO ની સેવાઓ અચાનક થઇ ઠપ્પ, સોશિયલ મીડિયામાં JioDown ટ્રેન્ડિંગમાં

Motorola Edge 50 Neo 5G ના ફીચર્સ  વિશે

  • મોટોરોલાનો આ સ્માર્ટફોન 1.5K પોલેડ LTPO ડિસ્પ્લે સાથે આવે છે.
  • ફોનનું ડિસ્પ્લે 3000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ અને HDR10+ સપોર્ટ સાથે આવે છે.
  • Edge 50 Neoમાં MediaTek Dimensity 7300 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
  • ફોન 8GB LPDDR4X રેમ અને 256GB UFS 2.2 સ્ટોરેજને સપોર્ટ કરે છે, જેને વધારી શકાય છે.
  • આ ફોન એન્ડ્રોઇડ 14 પર આધારિત કસ્ટમાઇઝ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
  • સુરક્ષા માટે, તેમાં ઓન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક જેવી સુવિધાઓ છે.
  • Motorola Edge 50 Neoમાં 4310mAh બેટરી છે, જેની સાથે તે 65W ફાસ્ટ વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે.
  • આ ફોન IP68 રેટેડ છે, એટલે કે ફોનને પાણીમાં ડુબાડવામાં આવે તો પણ તેને નુકસાન થશે નહીં.
  • Motorola Edge 50 Neoના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. તેમાં 50MPનો મુખ્ય OIS કેમેરા છે.
  • આ સિવાય ફોનના પાછળના ભાગમાં 13MP અલ્ટ્રા વાઇડ અને 10MP ટેલિફોટો કેમેરા ઉપલબ્ધ હશે.
  • આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MP કેમેરા છે

આ પણ  વાંચો -Redmi: ઓછી કિંમતમાં લોન્ચ થયું રેડમીનું નવું સ્માર્ટ ટીવી, જાણો તમામ ફીચર્સ

ડાયમેન્શનની વાત કરીએ તો આ ફોનની લંબાઈ 154.1 mm, પહોળાઈ 71.2 mm, જાડાઈ 8.1 mm અને વજન 171 ગ્રામ છે. આ ફોન IP68 રેટિંગ સાથે આવે છે, જે ધૂળ અને પાણીથી રક્ષણની ખાતરી આપે છે. આ ફોન MIL-STD 810H પ્રમાણપત્ર સાથે આવે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં ડ્યુઅલ સિમ, 5G SA/NSA, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.3, GPS અને USB ટાઇપ સી પોર્ટનો સમાવેશ થાય છે.

Tags :
Advertisement

.