Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MIW Vs RCBW : RCB એ મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પ્લેઓફમાં કરી એન્ટ્રી

MIW Vs RCBW : રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઈન્ડિયન્સને (MIW Vs RCBW) હરાવી દીધું છે. હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians Women)સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ જીત બાદ સ્મૃતિ મંધાનાની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers...
miw vs rcbw    rcb એ મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પ્લેઓફમાં કરી એન્ટ્રી

MIW Vs RCBW : રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઈન્ડિયન્સને (MIW Vs RCBW) હરાવી દીધું છે. હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians Women)સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ જીત બાદ સ્મૃતિ મંધાનાની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore Women) પ્લેઓફમાં પહોંચી ગઈ છે. હવે આ રીતે પ્લેઓફમાં રમનારી ત્રણેય ટીમનો નિર્ણય થઈ ગયો છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફ માટે ક્વોલીફાઈ કર્યું હતું. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના બરાબર 10-10 પોઈન્ટસ છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 8 પોઈન્ટ્સની સાથે પ્લેઓફ માટે ક્વોલીફાઈ કર્યું છે.

Advertisement

એલિસ પેરી અને ઋચા ઘોષની શાનદાર ઈનિંગ
રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સામે 114 રનનો લક્ષ્ય હતો. સ્મૃતિ મંધાનાની ટીમે 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવી જીત મેળવી હતી. આરસીબી માટે એલિસ પેરીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. પેરી 38 બોલમાં 40 રન બનાવી અણનમ રહી હતી. જ્યારે ઋચા ઘોષ 28 બોલમાં 36 રન બનાવી અણનમ રહી હતી. આરબીસીની કેપ્ટન સ્મૃતિ 11 રન બનાવી આઉટ થઈ હતી. સોફી મોલિનેક્સ 9 રન અને સોફી ડિવાઇન 4 રન બનાવી આઉટ થઈ હતી.

Advertisement

મુંબઈ ઈન્ડિયન્સ માટે શબનમ ઇસ્માઈલ સિવાય નેટ સીવર બ્રંટ અને હેલી મેથ્યૂઝને એક-એક વિકેટ મળી હતી.

Advertisement

મેચની વાત કરવામાં આવે તો આરસીબીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પેરીએ કેપ્ટનનો નિર્ણય સાચો ઠેરવ્યો હતો. તેણે મુંબઈને 19 ઓવરમાં 113 રન પર ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર પેસીએ 4 ઓવરના સ્પેલમાં માત્ર 15 રન આપી છ વિકેટ લીધી હતી. તે મહિલા પ્રીમિયર લીગમાં છ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બની ગઈ છે. તો મોલિનક્સ, આશા શોભના, ડિવાઇન અને શ્રેયાંકા પાટિલને એક-એક વિકેટ મળી હતી.

બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

RCB: સ્મૃતિ મંધાના (c), સોફી મોલિનક્સ, એલિસ પેરી, સોફી ડિવાઇન, રિચા ઘોષ (wk), જ્યોર્જિયા વેરહેમ, દિશા કેસેટ, શ્રેયંકા પાટિલ, આશા શોભના, શ્રદ્ધા પોખરકર, રેણુકા ઠાકુર સિંહ.

MI: હેલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, પ્રિયંકા બાલા (wk), હરમનપ્રીત કૌર (c), એમેલિયા કેર, અમનજોત કૌર, એસ સજના, પૂજા વસ્ત્રાકર, હુમૈરા કાઝી, શબનીમ ઈસ્માઈલ, સાયકા ઈશાક.

આ  પણ  વાંચો - Rishabh Pant : BCCI એ ઋષભ પંતને લઈ આપી માહિતી

આ  પણ  વાંચો - Danish Kaneria : CAA ના અમલીકરણ પર પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું- હવે પાકિસ્તાની હિન્દુઓ

આ  પણ   વાંચો - DCvsUPW 2024 : દીપ્તિ શર્માએ ઇતિહાસ રચ્યો, સીઝનમાં Hat-Trick લેનારી પહેલી ભારતીય બોલર બની

Tags :
Advertisement

.