Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેગુસરાયમાં અલગ-અલગ 6 જગ્યાએ ફાયરિંગ, 1નું મોત, 8 ઘાયલ

બિહારના (Bihar) બેગુસરાઈમાં (Begusarai) ગુનેગારોએ કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ નેશનલ હાઈવે પર એક કલાક સુધી 30 કિમીના અંતરમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો જેમાં એકનું મોત થયું અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા. મંગળવારે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે બેગુસરાય જિલ્લાના બરૌની થર્મલ ચોકમાં ફાયરિંગ શરૂ થયું હતું.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બે બાઇક પર આવેલા 5 શખ્સોએ થર્મલ ચોક ખાતે 3 લોકો àª
બેગુસરાયમાં અલગ અલગ 6 જગ્યાએ ફાયરિંગ  1નું મોત  8 ઘાયલ
બિહારના (Bihar) બેગુસરાઈમાં (Begusarai) ગુનેગારોએ કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ નેશનલ હાઈવે પર એક કલાક સુધી 30 કિમીના અંતરમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો જેમાં એકનું મોત થયું અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા. મંગળવારે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે બેગુસરાય જિલ્લાના બરૌની થર્મલ ચોકમાં ફાયરિંગ શરૂ થયું હતું.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બે બાઇક પર આવેલા 5 શખ્સોએ થર્મલ ચોક ખાતે 3 લોકો પર ગોળીબાર (Firing) કર્યો અને પછી NHથી બેહટ તરફ ભાગી ગયા. રસ્તામાં ફરી માલીપુર ચોકમાં ગુનેગારોએ બે લોકોને ગોળી મારી હતી. અહીંથી આગળ વધીને તેણે બરૌની પાસે નેશનલ હાઈવે પર વધુ 2 લોકોને ગોળી મારી, જેમાં એકનું મોત થયું.
બરૌની બાદ બચવાડા તરફ ભાગી રહેલા આ ગુનેગારોએ ફરીથી તેઘરામાં અયોધ્યા-આધારપુરની આસપાસ 2 લોકોને ગોળી મારી દીધી હતી. તેઘરા બાદ બચવાડાના ગોધના પાસે વધુ બે લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. બરૌની થર્મલથી ગોધના વચ્ચેનું અંતર લગભગ 30 કિલોમીટરનું છે, આ દરમિયાન તે એક કલાક સુધી લોકો પર ગોળીબાર કરતો રહ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફાયરિંગમાં એકનું મોત (Death) થયું છે જ્યારે દસ લોકો ઘાયલ થયા છે. બદમાશોની  ગોળીઓનો શિકાર બનેલા ચંદન કુમારનું મોત થયું હતું.
બેગુસરાય જિલ્લામાં પ્રથમવાર ફાયરિંગની આવી ઘટનાથી સનસનાટી ફેલાઈ હતી. ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બદમાશો આ ઘટનાને અંજામ આપ્યા પછી આરામથી બચવારા થઈને નાસી છૂટ્યા હતા, જ્યારે રસ્તામાં નેશનલ હાઈવે પર ઓછામાં ઓછા ત્રણ પોલીસ સ્ટેશન અથવા આઉટ પોસ્ટ છે.
Advertisement

ફાયરિંગના અવાજ સાંભળીને ત્યાં ઉપસ્થિત લોકો પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરી હતી અને બીજી બાજુ બાઇક સવારોએ હથિયારો લહેરાવીને ગોળીબાર ચાલુ રાખ્યો હતો.આ ઘટના બચવારા, ફુલબારિયા, બરૌની અને ચકિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. બરૌની પોલીસ સ્ટેશનના પિપરા દેવાસ ગામના ચંદન કુમારનું અંધાધૂંધ ફાયરિંગમાં મોત થયું છે. આ ઘટના બાદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે અને લોકો હોસ્પિટલમાં ઉમટી પડ્યા છે.
ઘટના અંગે બેગુસરાયના SP યોગેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, બાઇક પર સવાર બે બદમાશો નેશનલ હાઈવે પર આ ઘટનાને અંજામ આપી રહ્યા હતા. હુમલાખોરોને પકડવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે. આ બદમાશોની ધરપકડ માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને રેઈડ કરવામાં આવી રહી છે.

બેગુસરાઈમાં ફાયરિંગની આ ઘટના પર કેન્દ્રીય મંત્રી અને સાંસદ ગીરીરાજ સિંઘે (Giriraj Singh) જણાવ્યું કે, બિહારમાં સરકાર નથી અને ગુનેગારોમાં કાયદાનો ડર નથી. ગુનેગારો બેખૌફ લોકો પર ગોળીબાર કર્યો અને 4 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 30 કિમી સુધી મુસાફરી કરી ઘટનાને અંજામ આપ્યો પરંતુ તેઓ હજુ ઝડપાયા નથી. મુખ્યમંત્રીએ આ અંગે નિવેદન આપવું જોઈએ.
Advertisement

Tags :
Advertisement

.