Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana Alcohol Seize: SMC એ મહેસાણામાં પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂની હેરાફેરી કરતું ટેન્કર પકડી પાડ્યું

Mehsana Alcohol Seize: રાજ્યમાં ફરી એકવાર મોટા પ્રમાણમાં દારુની હેરાફેરી કરતું ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું છે. આ ટેન્કર મહેસાણામાં બાવલું પોલીસ સ્ટેશનની હદમાંથી પકડી પાડવામાં આવ્યું છે. મહેસાણામાં વિદેશી દારૂની હેરાફેરી કરતું ટેન્કર ઝડપાયું SMC એ રૂ. 37.18 લાખનો દારૂ...
mehsana alcohol seize  smc એ મહેસાણામાં પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂની હેરાફેરી કરતું ટેન્કર પકડી પાડ્યું

Mehsana Alcohol Seize: રાજ્યમાં ફરી એકવાર મોટા પ્રમાણમાં દારુની હેરાફેરી કરતું ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું છે. આ ટેન્કર મહેસાણામાં બાવલું પોલીસ સ્ટેશનની હદમાંથી પકડી પાડવામાં આવ્યું છે.

Advertisement

  • મહેસાણામાં વિદેશી દારૂની હેરાફેરી કરતું ટેન્કર ઝડપાયું
  • SMC એ રૂ. 37.18 લાખનો દારૂ ટેન્કરમાંથી કબજે કર્યો
  • કુલ રૂ. 62,31,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે

SMC એ રૂ. 37.18 લાખનો દારૂ ટેન્કરમાંથી કબજે કર્યો

મહેસાણામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વધું એક સફળતા હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં સ્ટેટ મોનીટરીંગ સેલે કડિમાંથી રૂ. 37.18 લાખનો વિદેશી દારુથી ભરેલા ટેન્કરને પકડી પાડવામાં આવ્યું છે. તેની સાથે પોલીસ ટીમે કુલ રૂ. 62,31,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલે પકડેલા દારૂના ટેન્કરને મહેસાણાની બાવલું પોલીસ સ્ટેશનની હદમાંથી બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યું છે. એક અવારું સ્થાને એન.કે.પ્રોટીન્સની તિરુપતિ કપાસિયા તેલ ની કંપનીના પાર્કિંગમાં વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું હતું.

Advertisement

Mehsana Alcohol Seize

Mehsana Alcohol Seize

1 માર્ચે ભાવનગરમાંથી દારૂ ભરેલ ટેન્કર ઝડપ્યું હતું

થોડા દિવસ અગાઉ SMC એ બાવલું પોલીસ સ્ટેશનની હદમાંથી જ જુગારધામ ઝડપી પાડ્યું હતું. તે ઉપરાંત SMC એ 1 માર્ચે ભાવનગરમાંથી દારૂ ભરેલ ટેન્કર ઝડપ્યું હતું. તે જ નંબરનું ટેન્કર બાવલું પોલીસ સ્ટેશનની હદમાંથી પણ ઝડપી પાડ્યું છે.

Advertisement

હાલમાં પોલીસે આ મામલા અંગે આગળ તજવીજ હાથ ધરી છે. કારણ કે.... એક જ નંબર પ્લેટવાળા જિલ્લાના અલગ-અલગ સ્થળેથી દારુની હેરા ફેરી કરતા ટેન્કરો ઝડપી પાડવામાં આવ્યા છે. તે ઉપરાંત આ મામલે બાવલું પોલીસ સ્ટેશનમાં ટેન્કર સહિત 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: BJP News: કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલ અને આપના કોર્પોરેટર ભાજપમાં જોડાયા

Tags :
Advertisement

.