Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehbooba Mufti : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં મહેબૂબા મુફ્તીની કારનો અકસ્માત...

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)ની કારને ભયાનક અકસ્માત થયો છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જતી વખતે તેમની કારનો અકસ્માત થયો હતો. સદનસીબે મુફ્તી ((Mehbooba Mufti))ને ઈજા થઈ નથી. મહેબૂબાના સુરક્ષા અધિકારીઓને પણ કોઈ ગંભીર ઈજા થઈ નથી....
mehbooba mufti   જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં મહેબૂબા મુફ્તીની કારનો અકસ્માત

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)ની કારને ભયાનક અકસ્માત થયો છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જતી વખતે તેમની કારનો અકસ્માત થયો હતો. સદનસીબે મુફ્તી ((Mehbooba Mufti))ને ઈજા થઈ નથી. મહેબૂબાના સુરક્ષા અધિકારીઓને પણ કોઈ ગંભીર ઈજા થઈ નથી. જોકે, અકસ્માત ખૂબ જ ભયંકર હતો. પૂર્વ સીએમની કારને ખરાબ રીતે નુકસાન થયું છે.

Advertisement

ઓમર અબ્દુલ્લાએ કહ્યું- તપાસ થવી જોઈએ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મહેબૂબા મુફ્તી ((Mehbooba Mufti))ના અકસ્માત પર ચિંતા વ્યક્ત કરી, તેમણે એમ પણ કહ્યું છે કે આ અકસ્માતની તપાસ થવી જોઈએ. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું મને આશા છે કે સરકાર અકસ્માતના સંજોગોની તપાસ કરશે. આ દુર્ઘટનામાં જે સલામતી ક્ષતિઓ છે તેને તાત્કાલિક દૂર કરવી જોઈએ.

Advertisement

'મહેબૂબા મુફ્તીને ઈજા થઈ નથી'

માહિતી આપતાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીનું વાહન સંગમમાં એક કાર સાથે અથડાયું હતું. પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી ((Mehbooba Mufti)) આગના પીડિતોને મળવા ખાનબલ જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં પૂર્વ સીએમને કોઈ ઈજા થઈ ન હતી.તેમની અંગત સુરક્ષા માટે તૈનાત એક પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ હતી.

Advertisement

મહેબૂબા મુફ્તી J&K ના મોટો નેતા છે...

નોંધનીય છે કે મહેબૂબા મુફ્તી ((Mehbooba Mufti)) જમ્મુ અને કાશ્મીરની મોટી મહિલા નેતા છે, તે 2016 થી 2018 સુધી બીજેપી સાથે ગઠબંધનમાં રાજ્યના સીએમ હતા. આ પહેલા મુફ્તી અનંતનાગથી સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમના પિતા મુફ્તી મોહમ્મદ સઈદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેઓ 1989 માં વીપી સિંહ સરકારમાં ભારતના ગૃહમંત્રી પણ હતા.

આ પણ વાંચો : Jammu and Kashmir : ડૉ. ફારૂક અબ્દુલ્લાની મુશ્કેલીઓ વધી! ED એ ફટકાર્યું સમન્સ, આજે થશે પૂછપરછ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.