Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: જ્વેલર્સ, ડાયમંડ અને બિલ્ડર લોબીને ત્યાં આઇટીનું મેગા સર્ચ

અહેવાલ----આનંદ પટણી, સુરત  આઇટી (incometax) વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સુરતમાં જ્વેલર્સ, ડાયમંડ અને બિલ્ડર લોબીને ત્યાં મેગા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. આર્થિક બેનામી વ્યવહારો શોધી કાઢવા માટે વહેલી સવારથી અધિકારીઓની મોટી ટીમ મેગા સર્ચની કામગીરીમાં જોડાઇ છે. જ્યાં...
surat  જ્વેલર્સ  ડાયમંડ અને બિલ્ડર લોબીને ત્યાં આઇટીનું મેગા સર્ચ
અહેવાલ----આનંદ પટણી, સુરત 
આઇટી (incometax) વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સુરતમાં જ્વેલર્સ, ડાયમંડ અને બિલ્ડર લોબીને ત્યાં મેગા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. આર્થિક બેનામી વ્યવહારો શોધી કાઢવા માટે વહેલી સવારથી અધિકારીઓની મોટી ટીમ મેગા સર્ચની કામગીરીમાં જોડાઇ છે. જ્યાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો સામે આવવાની શક્યતા સેવાઈ રહી છે.
સુરતના 39 જેટલા સ્થળો પર મેગા સર્ચની કામગીરી
અમદાવાદ ,સુરત અને મુંબઈની આઇટી વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સુરતના 39 જેટલા સ્થળો પર આજરોજ મેગા સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે. આઈ ટી વિભાગના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, સુરતના અક્ષર ગ્રુપ, પાર્થ ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સના ત્યાં વહેલી સવારથી આઈ ટી વિભાગના અધિકારીઓએ ધામા નાખ્યા છે. અધિકારીઓની 40 જેટલી ટીમોમાં 100 જેટલા અધિકારીઓનો સમાવેશ થાય છે. આઈ.ટી.વિભાગના મેગા સર્ચ ઓપરેશનને લઈ ડાયમંડ ,જ્વેલર્સ અને બિલ્ડર લોબીમા ફફડાટ વ્યાપી ગયો છે.
બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા
 સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા કાંતિલાલ જ્વેલર્સ વેપારીને ત્યાં વહેલી સવારથી વિભાગના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જે મેગા સર્ચની કામગીરી હાલ પણ ચાલી રહી છે. સુરતનું પાર્થ ગ્રુપ સોનાની બિસ્કીટના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાની જાણકારી સામે આવી રહી છે. જેમાં મોટા પાયે બેનામી વ્યવહારો થયા હોવાની આશંકા ના પગલે આઇટી વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સર્ચના અંતે બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા આઈટી વિભાગના સૂત્રોએ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો---સુરત તંત્રના પાપે વર્ગખંડ બહાર અભ્યાસ કરતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ
Advertisement
Tags :
Advertisement

.