Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોર્ટના ચુકાદા બાદ માયાબેન કોડનાની થયા ભાવુક, કહ્યું....

નરોડા ગામ રમખાણ કેસમાં સ્પેશિયલ કોર્ટે આજે ચુકાદો આપીને પુર્વ મંત્રી માયાબેન કોડનાની તથા બાબુ બજરંગી અને વીએચપીના જયદીપ પટેલ સહિતના 67 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના ચુકાદા બાદ માયાબેન કોડનાનીએ પહેલી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આજે ન્યાય તંત્ર...
નરોડા ગામ રમખાણ કેસમાં સ્પેશિયલ કોર્ટે આજે ચુકાદો આપીને પુર્વ મંત્રી માયાબેન કોડનાની તથા બાબુ બજરંગી અને વીએચપીના જયદીપ પટેલ સહિતના 67 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના ચુકાદા બાદ માયાબેન કોડનાનીએ પહેલી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આજે ન્યાય તંત્ર પર વિશ્વાસ વધી ગયો છે અને સાચા અર્થમાં સત્યનો વિજય થયો છે.
સાચા અર્થમાં સત્યનો વિજય
2002ના નરોડા રમખાણ કેસમાં આજે સ્પેશયલ કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટમાં લાંબી સુનાવણી બાદ આજે ચુકાદો આવ્યો હતો જેમાં તમામ 67 આરોપીને નિર્દોષ જાહેર કરાયા છે. આ ચુકાદા બાદ માયાબેન કોડનાનીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે  ન્યાયતંત્ર પર વિશ્વાસ વધી ગયો છે.  પરમાત્માનો ખુબ ખુબ આભાર..જેમણે જેમણે પ્રાર્થના કરી છે તે સહુનો હ્રદયપૂર્વકનો આભાર... આજે સાચા અર્થમાં સત્યનો વિજય થયો છે....
માયાબેનની હાજરી પુરવાર ના થઇ
બચાવ પક્ષના વકીલે કહ્યું કે માયાબેન કોડનાનીની હાજરી બનાવ બન્યો તે દિવસે ત્યાં હતી નહીં,  માયાબેનની હાજરી ઘટના સ્થળે નહીં પણ તેઓ વિધાનસભા અને સોલા સિવિલ હોસ્પિટલમાં હતા.  ગૃહ મંત્રી અમિત શાહે પણ પોતાની જુબાની આપી હતી કે તેમણે માયાબેનને વિધાનસભા અને સોલા સિવિલમાં જોયા હતા.
2 આરોપી ગેરહાજર
કોર્ટના ચુકાદા બાદ કોર્ટ સંકુલમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. આરોપીઓના પરિવારજનોએ ચુકાદો જાહેર થતાં જ નારા લગાવ્યા હતા.  ઉલ્લેખનિય છે કે આજે કોર્ટમાં 68 આરોપીમાંથી 2 આરોપી ગેરહાજર  રહ્યા હતા. એક આરોપીને કેન્સર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે એન્ય એક આરોપી સંપર્ક વિહોણો હોવાથી ગેરહાજર હતો.
હત્યાકાંડમાં 11 લોકોના મોત
વર્ષ 2002માં રાજ્યમાં થયેલા ગોધરાકાંડ બાદ નરોડા ગામ હત્યાકાંડ કેસમાં સ્પેશિયલ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ કેસનો ચુકાદો ઘટનાના 21 વર્ષ બાદ આપવામાં આવ્યો છે ત્યારે આ કેસ પણ નજર કરીએ તો ગોધરાકાંડના બીજે દિવસે 28 ફેબ્રુઆરી 2002 નરોડા ગામ વિસ્તારમાં સવારે 10:00 વાગે છૂટો છવાયો પથ્થરમારો થયો હતો. બપોરે 12 વાગ્યાની આસપાસ આગ લાગવાના બનાવો બન્યા હતા. અને રાત સુધી સમગ્ર હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. સમગ્ર હત્યાકાંડમાં 11 લોકોના મોત થયા હતા, જેમાં ચાર મહિલાઓ હતી.

ગુજરાતના પૂર્વ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા માયાબેન કોડનાની અને બજરંગ દળના અગ્રણી બાબુ બજરંગી, એ 86 આરોપીઓમાં સામેલ છે, જેમની સામે આ કેસની સુનાવણી ચાલી રહી છે. 86 આરોપીઓમાંથી 18 આરોપીના કેસ ચાલવા દરમિયાન મૃત્યુ થયા હતા.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.