Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maldives : માલદીવનો ઘમંડ થયો ચકનાચૂર, મોહમ્મદ મુઇઝુ ભારતના કરવા લાગ્યા વખાણ

Maldives : માલદીવની ઘણા સમયથી ભારતને લઈને ટિપ્પણીઓ કરી રહ્યું હતું પરંતુ હવે તેને ભાન થયું છે કે, ભારત પર ટિપ્પણીઓ કરવી કેટલી ભારે પડી શકે છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુના સૂર હવે ભારતને લઈને ઢીલા પડી ગયા છે. તમને...
maldives   માલદીવનો ઘમંડ થયો ચકનાચૂર  મોહમ્મદ મુઇઝુ ભારતના કરવા લાગ્યા વખાણ

Maldives : માલદીવની ઘણા સમયથી ભારતને લઈને ટિપ્પણીઓ કરી રહ્યું હતું પરંતુ હવે તેને ભાન થયું છે કે, ભારત પર ટિપ્પણીઓ કરવી કેટલી ભારે પડી શકે છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુના સૂર હવે ભારતને લઈને ઢીલા પડી ગયા છે. તમને જણાવી દઈએ કે, જેમણે તેની ચીન તરફી અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે પોતાની ઓળખ બનાવનાર મુઈઝુએ છે કે, ભારત તેમના દેશનો ‘નજીકનો સાથી’ રહેશે. તેણે ભારત પાસેથી દેવા રાહતની પણ માંગ કરી છે. વાસ્તવમાં, રાષ્ટ્રપતિ બન્યા પછી ગુરુવારે સ્થાનિક મીડિયા સાથેના તેમના પ્રથમ ઇન્ટરવ્યુમાં મુઇઝુએ કહ્યું હતું કે, ભારત માલદીવને સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અને મોટા ભાગના પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે

Advertisement

રાષ્ટ્રપતિ મુઇઝુએ ભારતના ભરપૂર વખાણ કર્યાં

માલદીવની સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવતી માહિતી પ્રમાણે માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુએ ભારતના ભરપૂર વખાણ કર્યાં છે. જે પહેલા ભારતને ખરીખોટી સંભળાવતા હતા, તેમના સૂરમાં અચાનક બદલાવ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચીનના સહયોગના કારણ તેઓ ભારત પર પોતાની વિવાદિત ટિપ્પ્ણી કરતા હતાં. પરંતુ અત્યારે ભારતના વખાણ કરીને દેવામાં રાહતની માંગણી કરી છે.

ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે મુઇઝુ

ઉલ્લેખનીય છે કે, અત્યારે માલદીવનો ઘમંડ ચકનાચૂર થઈ ગયો છે. એવી ચર્ચાઓ થઈ રહીં છે કે, મુઇઝુ હવે ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે. એટલા માટે જ તેઓ ભારતને પોતાનો સૌથી નજીકનું સાથી ગણાવ્યું છે. ગયા વર્ષના અંત સુધીમાં, માલદીવે ભારતને આશરે US$400.9 મિલિયનનું દેવું હતું. તેના માટે મુઈઝુએ પહેલાથી જ દેવા મુક્તિની માંગ કરી છે.

Advertisement

જાણો કેમ અચાનક ભારતના વખાણ કર્યા?

તમને જણાવી દઈએ કે, આ તે જ મોહમ્મદ મુઇઝુ છે જેમણે હમણાં નવેમ્બરમાં ફરી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીદા હતા અને તેના પછી ચીનના સહયોગથી ભારત સામે પોતના વલણ સખ્ત કરી નાખ્યું હતું, ત્યારથી લઈને આજ સુધી તેઓ ભારતને લઈને વિવાદિત નિવેદનો આપતા રહ્યાં છે. એટલું જ નહીં, રાષ્ટ્રપતિ બન્યાના થોડાક કલાકોમાં જ તેમણે ત્રણ એવિએશન પ્લેટફોર્મનું સંચાલન કરતા ભારતીય સૈન્ય કર્મચારીઓને 10 મે સુધીમાં ભારત પરત મોકલવાની માંગ કરી હતી. પરંતુ હવે તેઓ ભારતના વખાણ કરતા જોવા મળી રહ્યાં છે. જેને લઈને તેમના વર્તન પર શંકા થઈ છે.

આ પણ વાંચો: Russia Terrorist Attack : ISIS એ લીધી આ હુમલાની જવાબદારી, સામે આવી આતંકવાદીઓની તસવીરો

આ પણ વાંચો: Russia Terrorist Attack : જાણો કેમ અમેરિકાએ કરી હતી ભવિષ્યવાણી? 14 દિવસ પછી જ થયો આતંકી હુમલો

આ પણ વાંચો: Terrorist Attack : મોસ્કોમાં થયો ઘાતકી આતંકી હુમલો, ફાયરિંગ અને બ્લાસ્ટમાં 60 મોત અને 145 ઘાયલ

Advertisement
Tags :
Advertisement

.