Oreo બિસ્કિટમાંથી બનાવો ચોકલેટી માઉથવૉટરીંગ કેક
Oreo કેક બનાવવા માટેની સામગ્રી:- ઓરીઓ બિસ્કિટ- ૪ ચમચી ખાંડ- ૧ વાટકો દૂધ- ડેકોરેશન માટે ની સામગ્રી- વિપ ક્રીમ- ચોકો ચિપ્સ- જેમ્સOreo કેક બનાવવા માટેની રીત :-સૌ પ્રથમ એક તપેલીમાં બિસ્કિટનો ભૂકો કરી તેમાં ખાંડ, ૨ ઈનો અને દૂધનું મિશ્રણ તૈયાર કરી મિક્સ કરી લો.ત્યારબાદ એક કૂકરમાં રેતી ભરી ગરમ કરવા મૂકો.ગરમ થાય એટલે તેમાં વચ્ચે કાંઠલો મૂકી તેમાં પેલી તપેલી મૂકી 10-15 મિનિટ શેકેવા દો.થઈ જાય એટલે ઠંડુ à
Advertisement
Oreo કેક બનાવવા માટેની સામગ્રી:
- ઓરીઓ બિસ્કિટ
- ૪ ચમચી ખાંડ
- ૧ વાટકો દૂધ
- ડેકોરેશન માટે ની સામગ્રી
- વિપ ક્રીમ
- ચોકો ચિપ્સ
- જેમ્સ
Oreo કેક બનાવવા માટેની રીત :-
- સૌ પ્રથમ એક તપેલીમાં બિસ્કિટનો ભૂકો કરી તેમાં ખાંડ, ૨ ઈનો અને દૂધનું મિશ્રણ તૈયાર કરી મિક્સ કરી લો.
- ત્યારબાદ એક કૂકરમાં રેતી ભરી ગરમ કરવા મૂકો.
- ગરમ થાય એટલે તેમાં વચ્ચે કાંઠલો મૂકી તેમાં પેલી તપેલી મૂકી 10-15 મિનિટ શેકેવા દો.
- થઈ જાય એટલે ઠંડુ પડવા દો.
- કલાક બાદ કેક ઠરી જાય એટલે તેને ડેકોરેટ કરો.
- તે માટે કેકના વચ્ચેથી ૨ પીસ કરી તેમાં વીપ ક્રીમ લગાવી આખામાં વિપ્ ક્રીમ લગાવો.
- પછી જેમ્સ અને ચોકો ચિપ્સથી સજાવો.
- તો તૈયાર છે Oreo કેક...