Bharuch: દહેજની GFL કંપનીમાં બની મોટી દુર્ઘટના, ત્રણ કામદાર અને એક કર્મચારીનું મોત
- ગઇકાલે રાત્રે બની હતી ગેસ લીકેજની ઘટના
- કામદારો અને કર્મચારીઓની સુરક્ષા પર ઉઠ્યા સવાલ
- પોલીસે હાલ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી
Bharuch ના દહેજની GFL કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર લોકોના કરુણ મોત થયા છે. ગઇકાલે રાત્રે ગેસ લીકેજની ઘટના બની હતી તેમાં ત્રણ કામદાર અને એક કર્મચારીનું મોત થયુ છે. જેમાં કંપનીમાં કામદારો અને કર્મચારીઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. ત્યારે પોલીસે હાલ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
ભરૂચના દહેજની GFL કંપનીમાં શ્રમિકના મોતનો મામલો
કંપનીએ 25-25 લાખની સહાય કરી જાહેર
ગેસ લીકેજની દૂર્ઘટના બાદ SDMએ ઘટનાસ્થળની મુલાકાત લીધી
કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર લોકોના મોત નિપજ્યા હતા
ત્રણ કામદાર અને એક કર્મચારીનું થયું હતું મોત
ગઇકાલે રાત્રે બની હતી ગેસ લીકેજની ઘટના
અમિતભાઇ…— Gujarat First (@GujaratFirst) December 29, 2024
દહેજમાં ગેસ ગળતરની ઘટનામાં ચાર કામદારોના મોત નીપજ્યા
શહેરમાં ફરી એક વખત ગેસ ગળતરની ઘટના સામે આવી છે. જેમાં ભરૂચનના દહેજમાં ગેસ ગળતરની ઘટનામાં ચાર કામદારોના મોત નીપજ્યા છે. દહેજની GFL કંપનીમાં ગેસ ગળતરનો બનાવ બન્યો હતો, જ્યાં કંપનીના CMS પ્લાન્ટમાં ગેસ ગળતર થયું હતું. વાલ્વ લિકેજ થતાં કામદારોને અસર પહોંચી હતી. જે બાદ અસરગ્રસ્ત કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન કામદારોના મોત થયા છે.
બનાવ બાદ દહેજ પોલીસે તપાસ હાથ ધરી
આ બનાવ બાદ દહેજ પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટના બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમના મોત નિપજ્યા છે. હાલમાં કંપની તરફથી મૃતકોના પરિવારજનોને કોઈ સહાયની જાણ કરવામાં આવી નથી તેમજ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી છે.
GFL કંપનીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી
GFL ગેસ લીકેજના મૃતકોના નામ:
- રાજેશકુમાર સુરેશચંદ્ર મગણાદીયા (ઉ.વ.૪૮ રહે. બી-૨૧. ધનિષ પાર્ક ત્રીમુર્તિ હોલ પાસે ભરૂચ)
- મહેશ નંદલાલ (ઉ.વ.૨૫ હાલ રહે. રાજેન્દ્રભાઈ ગોહિલની કોલોનીમાં, અંભેટા, તા.વાગરા જિ.ભરૂચ મુળ રહે. ગામ કેન રામગઢ જિ.સોનભદ્ર (ઉત્તરપ્રદેશ)
- સુચિતકુમાર સુગ્રિમ પ્રસાદ (ઉ.વ.૩૯ હાલ રહે. રાજેન્દ્રભાઈ ગોહિલની કોલોનીમાં, અભેટા, તા.વાગરા જિ.ભરૂચ મુળ રહે. ગામ કેન રામગઢ જિ.સોનભદ્ર (ઉત્તરપ્રદેશ)
- મુદ્રિકા ઠાકોર પ્રસાદ યાદવ (ઉ.વ.૨૯ હાલ રહે. રાજેન્દ્રભાઈ ગોહિલની કોલોનીમાં તા.વાગરા જિ.ભરૂચ મુળ રહે. વોર્ડ નં.૦૮ બેતરી પોસ્ટ અધોરા, થાના-ખરોગી, ઝારખંડ
આ પણ વાંચો: Rajkot: શાપરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર વિવાદમાં આવ્યું, અગ્નિકાંડ સર્જાય તેવો Video Viral