Kasganj Accident: શ્રદ્ધાળુંઓને કાળ ભરખી ગયો! તળાવમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટાતા 15ના મોત, 30 ઘાયલ
Kasganj Accident: ઉત્તર પ્રદેશથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. અહીં કાસગંજ જિલ્લામાં મોટી દૂર્ઘટના ઘટી છે. જેમાં 15 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં શ્રદ્ધાળુંઓથી ભરેલી એક હાઈસ્પીડ ટ્રેક્ટર ટ્રોલી કાબૂ બહાર જઈને રસ્તાની બાજુના તળાવમાં પલટી ગઈ હતી. પ્રાથમિક વિગતો પ્રમાણે આ દૂર્ઘટનામાં આશરે 15 લોકોના મોત થાયના સમાચાર સામે આવ્યાં છે. આ સાથે આ દૂર્ઘટનામાં 30 લોકો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવ્યા છે.
કાસગંજમાં બની મોટી દૂર્ઘટના!
ગંગામાં સ્નાન કરવા જખત્રા ગયેલા ટ્રેક્ટર-ટ્રોલી કાબૂ બહાર જઈ તળાવમાં પલટી ગઈ હતી. આઈજી રેન્જ અલીગઢ શલભ માથુરે જણાવ્યું કે રસ્તા પર એક કારને બચાવતી વખતે ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવ્યો અને ગ્રામજનોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી રસ્તાના કિનારે આવેલા તળાવમાં પડી ગઈ. સાત બાળકો અને આઠ મહિલાઓ સહિત 15ના મોત થયા હતા. અલીગઢ રેન્જના આઈજી શલભ માથુરે શનિવારે સવારે કાસગંજ ટ્રેક્ટર ટ્રોલી અકસ્માત અંગે માહિતી આપી હતી. ઘટનાસ્થળે નજીકમાં લોકોની ભારે ભીડ છે. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. માહિતી મળતાં જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત કાર્ય ચાલી રહ્યું છે.
ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં મોટી દૂર્ઘટના ઘટી
દૂર્ઘટનામાં 15 લોકોના મોત અને 30 લોકો થયા ઘાયલ
ટ્રેક્ટર-ટ્રોલી કાબૂ બહાર જઈ તળાવમાં પલટી ગઈ હતી#KasganjAccident #Kasganj #up #UttarPradesh pic.twitter.com/I2K5otot1b— mg_official - વિમલ પ્રજાપતિ (@mgofficial1247) February 24, 2024
મુખ્યમંત્રી દૂર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાસગંજ જિલ્લામાં માર્ગ અકસ્માતની નોંધ લીધી હતી. મુખ્યમંત્રી યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની સૂચના આપી છે.
આ પણ વાંચો: TMC નું સ્વતંત્ર ચૂંટણી લડવાનું એલાન, કોંગ્રેસે કહ્યું – હજી અમારા દરવાજા ખુલ્લા જ છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ