Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mahisagar: લંપટ શિક્ષકે કરી વિદ્યાર્થિનીની છેડતી, ગામ લોકોએ ચખાડ્યો મેથીપાક

Mahisagar: મહીસાગરમાં શિક્ષકની કાળિકરતુત કાળી કરતૂત સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવતા પોલીસે શિક્ષક અને તોડફોડ કરનાર ટોળા સામે ગુનો નોધ્યો છે. જો કે, લંપટ શિક્ષક...
mahisagar  લંપટ શિક્ષકે કરી વિદ્યાર્થિનીની છેડતી  ગામ લોકોએ ચખાડ્યો મેથીપાક

Mahisagar: મહીસાગરમાં શિક્ષકની કાળિકરતુત કાળી કરતૂત સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવતા પોલીસે શિક્ષક અને તોડફોડ કરનાર ટોળા સામે ગુનો નોધ્યો છે. જો કે, લંપટ શિક્ષક સામે પોસ્કો એક્ટ હેઠળ પોલીસ દ્વારા ગુનો નોઘવામાં આવ્યો છે.

Advertisement

નરાધમ શિક્ષક સામે પૉસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, તોડફોડ કરનાર ટોળા સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . નોંધનીય છે કે, સરકારી શાળા સહિત પોલીસની ગાડીના ટોળા દ્વારા કાચા તોડવામાં આવ્યા હતા. આ સાથે સાથે શિક્ષકને પણ ગંભીર પ્રકારનો મારમારવામાં આવ્યો હતો. ટોળા સામે રયોટિંગ સહિત નરાધમ શિક્ષક સામે પૉસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

વીરપુર તાલુકાના રણજીત પુરા ગામમાં બની ઘટના

ઉલ્લેખનીય છે કે, મહીસાગર (Mahisagar)માં લંપટ શિક્ષકનું કાળું કારસ્તાન સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે લંપટ શિક્ષકે એક વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાનું સામે આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મહીસાગર (Mahisagar) જિલ્લાના વીરપુર (Virpur) તાલુકાના રણજીત પુરા ગામમાં આ ઘટના બની છે. એટલું જ નહીં પણ લંપટ શિક્ષક સામે ગ્રામલોકો રોષે ભરાયા હતા. જેથી ગામના લોકોએ લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો.

Advertisement

વીરપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો

ગામના સ્થાનિક લોકો શાળાએ ઉમટી પડ્યા હતા. મામલો એટલો આગળ વધી ગયો કે, પોલીસને બોલાવી પડી હતી. જેથી વીરપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. નોંધનીય છે કે, ટોળા સામે રયોટિંગ સહિત નરાધમ શિક્ષક સામે પૉસ્કો એક્ટ હેઠળ ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Jetpur: થાણાગાલોલમાં ખેલાયો ખૂની ખેલ! હિસાબનો વિવાદ હત્યા સુધી પહોંચી ગયો

આ પણ વાંચો: Gujarat: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી કાર્યકર્તાને ધમકી!

આ પણ વાંચો: Kheda: વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ખાઈ રહી છે ધૂળ! આને ભ્રષ્ટાચાર ગણવો કે બેદરકારી?

Advertisement
Tags :
Advertisement

.