Maharashtra Election 2024 : શરદ પવાર જૂથમાં તણાવ! ચૂંટણી ઢંઢેરાને લઈને નેતાઓ વચ્ચે બોલાચાલી
- મહારાષ્ટ્રમાં NCP નેતાઓ વચ્ચે બોલાચાલી
- શરદ પવાર જૂથમાં આંતરિક વિખવાદ બહાર
- ચૂંટણી ઢંઢેરા પર NCP નેતાઓમાં ઝપાઝપી
- મુંબ્રામાં NCP નેતાઓ વચ્ચે હંગામો
- NCPના ચૂંટણી પ્રચારમાં ઉગ્ર વાદ-વિવાદ
Maharashtra Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં તમામ પક્ષો વ્યસ્ત છે. દરેક પોતાના ચૂંટણી ઢંઢેરા (election manifesto) ને લઈને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ ચૂંટણી ઢંઢેરાને લઈને શરદ પવાર જૂથના બે મોટા નેતાઓ આમને-સામને આવી ગયા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે બંને વચ્ચે મારામારી થઈ હતી. વળી ત્યાં હાજર લોકોએ બંને વચ્ચે દરમિયાનગીરી કરી હતી. આ ઝપાઝપી એવી સ્થિતિમાં થઈ છે જ્યારે NCP શરદ પવાર અને NCP અજિત પવાર રાજ્યમાં એકબીજાને પોતાની તાકાત બતાવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન આ ઘટના બની હતી
ANI અનુસાર, આ ઘટના 27 ઓક્ટોબર 2024ની સાંજે મુંબ્રા વિધાનસભામાં બની હતી, જ્યાં જિતેન્દ્ર આવ્હાડ ચૂંટણી પ્રચાર માટે ગયા હતા તે દરમિયાન, NCP-શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડ અને પાર્ટીના રાજ્ય લઘુમતી ઉપાધ્યક્ષ યુનુસ શેખ વચ્ચે ઝઘડો થયો હતો. ચૂંટણી ઢંઢેરો તેમની વચ્ચે ઝપાઝપી થઇ હતી. જો કે આ હંગામો કયા મુદ્દે થયો હતો તે અંગે સમગ્ર મામલાની વિગતો જાણવા મળી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી બંનેની મુશ્કેલી વધી શકે છે.
#WATCH | Mumbra, Maharashtra: NCP-SCP leader Jitendra Awhad and party's state Minority Vice President Yunus Shaikh got into a scuffle over the party's election manifesto book. (27.10) pic.twitter.com/YDFaORzWFq
— ANI (@ANI) October 28, 2024
આંતરિક વિખવાદ બહાર આવ્યો?
શરદ પવાર જૂથના વરિષ્ઠ નેતા જિતેન્દ્ર આવ્હાડ અને પાર્ટીના રાજ્ય લઘુમતી ઉપાધ્યક્ષ યુનુસ શેખ વચ્ચે ચૂંટણી ઢંઢેરાની ચર્ચા દરમિયાન ઝપાઝપી થઈ હતી, જે ચૂંટણીઓ વચ્ચે પાર્ટીમાં આંતરિક વિખવાદ દર્શાવે છે. મળતી માહિતી મુજબ, મુંબ્રા-કાલવા વિધાનસભા ક્ષેત્રમાં આવ્હાદ રાજકીય પડકારોનો સામનો કરી રહ્યા છે, જેમાં જૂથવાદી વિવાદો વધુ પ્રબળ બની રહ્યા છે. આ મતભેદો વ્યાપક ચૂંટણી તણાવનો ભાગ છે. મુંબ્રા જેવા મુખ્ય મતવિસ્તારોમાં NCP અજિત પવાર જૂથ અને NCP શરદ પવાર જૂથ તેમના પ્રભાવ માટે સ્પર્ધામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો: Maharashtra Election માટે શિવસેનાની બીજી યાદી જાહેર, 20 ઉમેદવારોના નામ જાહેર