Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KHEDA : ડાકોર પાસે મધરાતે ટ્રેનને રોકાવી સવા 5 લાખ ઉપરાંતની મતાની લૂંટ

ખેડાના ડાકોરમાં ટ્રેનમાં લૂંટની ઘટના ગાંધીધામ ઈન્દોર સુપર ફાસ્ટ ટ્રેનમાં લૂંટ ગોધરા રુટ ઉપર અંગાડી ગામ પાસે લૂંટ ટ્રેનનું સિગ્નલ લોસ થતા અટકી હતી ટ્રેન અજાણ્યા શખ્સોએ ટ્રેનનું સિગ્નલ લોસ કર્યું લૂંટારુઓ દ્વારા 5 લાખ 20 હજારની લૂંટ આણંદ રેલવે...
kheda   ડાકોર પાસે મધરાતે ટ્રેનને રોકાવી સવા 5 લાખ ઉપરાંતની મતાની લૂંટ

ખેડાના ડાકોરમાં ટ્રેનમાં લૂંટની ઘટના
ગાંધીધામ ઈન્દોર સુપર ફાસ્ટ ટ્રેનમાં લૂંટ
ગોધરા રુટ ઉપર અંગાડી ગામ પાસે લૂંટ
ટ્રેનનું સિગ્નલ લોસ થતા અટકી હતી ટ્રેન
અજાણ્યા શખ્સોએ ટ્રેનનું સિગ્નલ લોસ કર્યું
લૂંટારુઓ દ્વારા 5 લાખ 20 હજારની લૂંટ
આણંદ રેલવે પોલીસે તપાસ હાથ ધરી
સિગ્નલ લોસ મામલે પણ તપાસ હાથ ધરાઈ

Advertisement

ખેડાના ડાકોર ગોધરા રુટ તરફથી જતી ટ્રેનમાં લૂંટની ચોંકાવનારી ઘટના બની છે. મધરાતે ડાકોર ગોધરા રુટ પર અંગાડી પાસે લૂંટારુઓએ ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટ ટ્રેનમાં લૂંટ ચલાવી છે. લૂંટારુઓએ લૂંટ કરતા પહેલા સિગ્નલ લોસ કરીને ટ્રેનને રોકી હતી અને ત્યારબાદ 5 લોકો પાસેથી 5 લાખ 20 હજારની સનસનાટીભરી લૂંટ ચલાવી હતી. આ મામલે રેલવે પોલીસે સ્થળ પર પહોંચી ઉડી તપાસ આદરી છે.

Advertisement

ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટને સિગ્નલ લોસ કર્યું

ખેડાના ડાકોર ગોધરા ટ્રેનમાં લૂંટ થતાં પોલીસની આબરુના ધજાગરા ઉડી ગયા છે. ડાકોર ગોધરા રૂટ ઉપર અંગાડી નજીક લૂંટારુઓએ ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટને સિગ્નલ લોસ કર્યું હતું અને ત્યારબાદ ટ્રેન ઉભી રહેતા લૂંટારુઓ ટ્રેનમાં ત્રાટક્યા હતા. લૂંટારુઓએ રાત્રે 1.40 કલાકે સિંગ્નલ લોસ કર્યું હતું અને તેથી ટ્રેન ઉભી રહી ગઇ હતી.

Advertisement

3 લાખ 20 હજારની લૂંટ ચલાવી

લૂંટારુઓ ટ્રેનમાં ચઢીને 5 લોકો પાસેથી 3 લાખ 20 હજારની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ નજીકના હાઇવે પર જતા રહી ફરાર થઇ ગયા હતા. લૂંટારુઓએ કોચમાં ચઢીને આતંક મચાવતાં મુસાફરોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.

સિગ્નલ લોસ કઇ રીતે થયું તેની પણ પોલીસ દ્વારા તપાસ

લૂંટની જાણ થતાં જ આણંદ રેલવે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મુસાફરો પાસેથી માહિતી મેળવીને લૂંટારુઓએ ઉડી તપાસ શરુ કરી હતી. સિગ્નલ લોસ કઇ રીતે થયું તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

20 દિવસ અગાઉ પણ ટ્રેનનું આ રીતે ઇમરજન્સી રોકાણ થયું હતું

ઉલ્લેખનિય છે કે 20 દિવસ અગાઉ પણ ટ્રેનનું આ રીતે ઇમરજન્સી રોકાણ થયું હતું. 17 ઓક્ટોબરે ઇણરજન્સી રોકાણ થયું હતું અને આ જ પ્રકારે 35 હજારની લૂંટ પણ થઇ હતી. લૂંટારુઓએ વારંવાર આ પ્રકારે લૂંટ ચલાવીને રેલવે પોલીસને પડકાર ફેંક્યો છે.

આ પણ વાંચો----AHMEDABAD : ક્રાઈમ બ્રાંચે હથિયારોના સૌથી મોટા નેટવર્કનો કર્યો પર્દાફાશ

Tags :
Advertisement

.