Lok Sabha Seat Bhavnagar: ગુજરાતમાંથી વધુ એક કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપના પક્ષમાં ઉભા થઈ શકે છે!
Lok Sabha Seat Bhavnagar: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. જોકે આ ઝટકો કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થાય તે પહલા મળ્યો છે.
- લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ઝટકો
- ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા કરશે કેસરિયો
- ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે અંબરીશ ડેર
લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ભાજપના એક પછી એક મોટા ખેલમાં શિકાર બની રહ્યા છે. તેવુ લાગી રહ્યું છે કે, ફરી એકવાર ગુજરાતમાં ભાજપનું સાશન આવી શકે છે.
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા કરશે કેસરિયો
आज सुबह राजुला-जाफराबाद तालुका/शहर कांग्रेस कमेटी की बैठक राजुला तहसील के कोटडी गांव में आयोजित की गयी, जिसमें प्रदेश के नेताश्री संजयसिंहभाई सरवैया और अमरेली जिला कांग्रेस अध्यक्ष श्री प्रतापभाई दुधात सहित सभी कांग्रेस अग्रणी एवं कार्यकर्ता उपस्थित रहे।
जय हिन्द।@INCGujarat pic.twitter.com/DkKEkNJmzk
— Ambarish Der (@Ambarish_Der) February 10, 2024
કારણ કે... આખરે ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા કેસરિયો ધારણ કરી શકે છે, તેવા વાવળ ઉડી રહ્યા છે. આગામી સમયમાં ભાવનગરમાં લોકસભા ચૂંટણી 2024 ને લઈને રાજનૈતિક ગણિત બદલાઈ શકી છે. ભાવનગરમાં હીરા સોલંકીને ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે.
ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે અંબરીશ ડેર
તે ઉપરાંત ભાવનગરમાં રાજુલા બેઠક પરથી ભાજપ દ્વારા કોંગ્રેસ દિગ્ગજ નેતા અંબરીશ ડેરી ઉમેદવાર તરીકે જાહેર થઈ શકે છે. કારણ કે.... ભાજપ રાજુલા બેઠક પરથી અંબરીશ ડેરીને પેટા ચૂંટણી લડાવી શકે છે. જોકે હીરા સોલંકી અને અંબરીશ ડેરી વચ્ચે ચાલી રહ્યા મતભેદો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમીકરણ બેસાડવા માટે ભાજપ દ્વારા ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકોનો નામ જાહેર કર્યા તેમાં ભાવનગરનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
આ પણ વાંચો: Nitin Patel : BJP ની બીજી યાદી જાહેર થાય તે પહેલા નીતિન પટેલે ઉમેદવારી પાછી ખેંચી