Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારી યોજનાના અનાજના મોટા જથ્થા ઉપર કાળાબજારીયાનો અજગર ભરડો

બોટાદ શહેરમાં પણ નાના નાના ફેરિયાઓ દ્વારા સસ્તા ભાવનુ અનાજ લોકો પાસેથી ખરીદીને મોટા વેપારીઓ સુધી પહોંચાડવાનો કારરસ્તો શરૂ થયા હોવાની વાતો બોટાદની શેરીઓમાં ફરતી થઈ છે. શહેરમાં બેરોકટોક અનાજ માફિયાઓ કરી રહ્યાં છે અનાજનો વેપલો તંત્ર કેમ મૌન છે તે પ્રજામાં પ્રશ્ન છે. ગરીબોના હકના અનાજ પર કાળાબજારીયાની પકડથી લોકોમાં તંત્ર  સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. બેરોકટોક ખુલ્લેઆમ ગેરક
સરકારી યોજનાના અનાજના મોટા જથ્થા ઉપર કાળાબજારીયાનો અજગર ભરડો
બોટાદ શહેરમાં પણ નાના નાના ફેરિયાઓ દ્વારા સસ્તા ભાવનુ અનાજ લોકો પાસેથી ખરીદીને મોટા વેપારીઓ સુધી પહોંચાડવાનો કારરસ્તો શરૂ થયા હોવાની વાતો બોટાદની શેરીઓમાં ફરતી થઈ છે. શહેરમાં બેરોકટોક અનાજ માફિયાઓ કરી રહ્યાં છે અનાજનો વેપલો તંત્ર કેમ મૌન છે તે પ્રજામાં પ્રશ્ન છે. ગરીબોના હકના અનાજ પર કાળાબજારીયાની પકડથી લોકોમાં તંત્ર  સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. 
બેરોકટોક ખુલ્લેઆમ ગેરકાયદેસર સરકારી અનાજના ગોડાઉન 
સરકાર ગરીબ લોકોને સસ્તાં ભાવે અનાજ મળી રહે તે માટે રેશનની દુકાનો ઉપર ઘઉં ચોખા દાળ જેવા જીવન જરૂરી અનાજ જે તે લાભાર્થીઓને બજાર કરતા નીચા ભાવે વિતરણ થતું હોય છે. ત્યારે મોટા વેપારીઓ આ સસ્તા ભાવની અનાજની ખરીદી કરીને બજારોમાં ઉંચા ભાવે વેચીને માલામાલ થઈ જવાની ગણતરીમાં દુકાનો માંડીને બેસી ગયા હોય છે.  શહેરમા સાળંગપુર રોડ , અમન ટાવર પાછળ, મીલેટરી રોડ ફાટક પાછળ, નવા માર્કેટિંગ યાર્ડ, હરણકુઈ વિસ્તાર, ઢાંકણીયા રોડ વિગેરે વિસ્તારોમા બેરોકટોક ખુલ્લેઆમ ગેરકાયદેસર સરકારી અનાજના ગોડાઉન ધમધમતા હોવાની પણ લોકચર્ચા ચાલી રહી છે. 
બોટાદ શહેરમાં તંત્રની મીઠી નજર હેઠળ જ જાણે સમગ્ર અનાજનું ષડયંત્ર
દરરોજ લાખો રૂપિયાનો અનાજનો મોટો જથ્થો ટ્રક મારફતે હેરફેર કરી રહયો છે. સરકાર ના સારા હેતુનો દુરૂપયોગ કરવા માટે અનાજ માફિયાઓ બેફામ થયા છે. ત્યારે બોટાદ શહેરમાં તંત્રની મીઠી નજર હેઠળ જ જાણે સમગ્ર અનાજનું ષડયંત્ર આદરાયું હોય તેવું લોકોને લાગી રહ્યું છે. કારણ કે અગાઉ પણ મોટા ગોડાઉન ભરીને સરકારી અનાજ મળી આવ્યું હતું છતાં પણ તંત્ર શહેરમાં સરકારી અનાજના કાળા બજારીયાઓ ઉપર લગામ લગાવી શકયુ નથી. 

તંત્ર કયારે પગલા ભરશે તેવા લોકોમાં સવાલ
આમ જોઈએ તો સરકારી અનાજની કાળા બજારી એ સમગ્ર રાજ્યમાં ખુલ્લે આમ થતી હશે. કારણ કે અગાઉ ભાવનગર જિલ્લામાં પણ સરકારી અનાજ પગ કરી ગયું હતું અને તંત્રને હાથે લાગ્યું હતું. બોટાદ શહેરમાં ખુલ્લેઆમ બે રોકટોક  શરૂ થયેલું સરકારી અનાજનું આ કૌભાંડ અટકાવવા તંત્ર સક્રીય બને તો આ કૌભાંડ ઉપર કાબુ આવે. ગરીબ ના મોઢેથી કોળિયા છીનવવાના કાળાબજારીયાના કામો ઉપર તંત્ર કયારે પગલા ભરશે તેવા લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે. બોટાદમાં ખુલ્લેઆમ સરકારી ગેરકાયદે અનાજના ગોડાઉન ધમધતા હોવાની લોક ચર્ચા એ જોર પકડ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.