'પ્રમુખ સ્વામીજીના પગલે પગલે પ્રગટે અજવાળાં' - ગુજરાત ફર્સ્ટની અનોખી પ્રસ્તુતિ
ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપંરપરાના પાંચમા મહાન સંત વિશ્વ વંદનીય સંત વિભૂતિ પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે 13 ઓગષ્ટથી દર શનિવારે રાત્રે 9 કલાકે 'ગુજરાત ફર્સ્ટ' ચેનલ અને તેના પ્રત્યેક ડિજિટલ પ્લેટફોર્મ પર અનોખો કાર્યક્રમ શરુ થવા જઇ રહ્યો છે, જેનું નામ છે..'પ્રમુખ સ્વામીજીના પગલે પગલે પ્રગટે અજવાળાં'એક શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક
ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપંરપરાના પાંચમા મહાન સંત વિશ્વ વંદનીય સંત વિભૂતિ પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે 13 ઓગષ્ટથી દર શનિવારે રાત્રે 9 કલાકે 'ગુજરાત ફર્સ્ટ' ચેનલ અને તેના પ્રત્યેક ડિજિટલ પ્લેટફોર્મ પર અનોખો કાર્યક્રમ શરુ થવા જઇ રહ્યો છે, જેનું નામ છે..'પ્રમુખ સ્વામીજીના પગલે પગલે પ્રગટે અજવાળાં'
એક શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. પળે પળ બીજા માટે જીવવું અને પોતાની જાતને ભૂલી જઇને પરમાત્મામય રહેવું, તેનું બીજું નામ એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ.
ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપંરપરાના પાંચમા મહાન સંત વિશ્વ વંદનીય સંત વિભૂતિ પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી ઉપક્રમે લાખો લોકોને પ્રેરણા આપનાર એમના જીવનને તથા એમના લોકસેવાના અગણિત કાર્યોને જાણવાનો અને જાણવાનો અવસર મળી રહ્યો છે.
ગુજરાતના ખૂણે ખૂણે દેખાતી અને ઝડપથી વિકસતી ચેનલ 'ગુજરાત ફર્સ્ટ' પર તથા તેના પ્રત્યેક ડિજિટલ પ્લેટફોર્મ પર
પ્રમુખ સ્વામી મહારાજની છઠ્ઠી પુણ્યતિથિ નિમીત્તે 13 ઓગષ્ટથી દર શનિવારે રાત્રે 9 કલાકે અનોખો કાર્યક્રમ શરુ થવા જઇ રહ્યો છે જેનું નામ છે..'પ્રમુખ સ્વામીજીના પગલે પગલે પ્રગટે અજવાળાં..'
આ કાર્યક્રમમાં ભાવિકોને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનને તથા તેમના અગણિત કાર્યોને જાણવાનો મોકો મળશે. વડોદરા પાસેના ચાણસદ ગામમાં 7 ડિસેમ્બર, 1921ના રોજ જન્મેલા ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના આ મહાન સંત નારાયણસ્વરુપદાસ સ્વામી 1950માં માત્ર 28 વર્ષની વયે બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બન્યા હતા અને ત્યારથી જ તેઓ પ્રમુખ સ્વામી મહારાજના નામથી લોકલાડીલા બન્યા હતા. જન્મજાત વિનમ્રતા, અહર્નિશ સેવા અને સાધુતા તથા લોકોના કલ્યાણની નિસ્વાર્થ ભાવનાથી તેઓ સૌના પ્રિય બન્યા હતા. લોક સેવા માટે જીવનભર પરિવ્રાજક રહી તેઓ અવિરત 17 હજારથી વઘુ ગામડામાં ફર્યા હતા અને અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત વિશ્વભરમાં 1100થી વધુ મંદિરોનું સર્જન કરીને તેમણે સંસ્કૃતિના ચિરંતન સ્મારકો અને લોકસેવાના ધામ સ્થાપ્યાં હતા.
પ્રમુખ સ્વામી મહારાજની વિનમ્ર અને પરગજુ પ્રતિભાથી પ્રભાવિત થઇ વિશ્વના અનેક ધર્મગુરુઓએ તેમને મહાન સંતવિભૂતિ તરીકે બિરદાવ્યા છે અને અનેક મુમુક્ષોએ તેમના સાંનિધ્યમાં પરમાત્માની દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત કરી છે.
'ગુજરાત ફર્સ્ટ' ચેનલ અને તેના ડિજીટલ પ્લેટફોર્મ પર 13 ઓગષ્ટે શરુ થનારા અનોખા કાર્યક્રમ ' પ્રમુખ સ્વામીજીના પગલે પગલે પ્રગટે અજવાળાં' માં પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને તેમના અગણિતકાર્યોને જાણવાનો અને માણવાનો મોકો મળશે.
Advertisement