Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચંદ્રયાનના સફળ લેન્ડીંગ માટેની માનતા અંતર્ગત લઘુરૂદ્ર મહાયજ્ઞ બ્રહ્મસમાજ દ્વારા સંપન્ન

ભારતનું ગૌરવ એવા ચંદ્રયાન-3 ના સફળ લેન્ડીંગ સમયે માનેલી માનતા લઘુરુદ્ર મહાયજ્ઞ બ્રહ્મ સમાજે પૂર્ણ કર્યો... યજ્ઞના બીડાહોમ સમયે શક્રાદય સ્તુતિ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરી દેશની સુખાકારી અને સફળતા બાબતનો યજ્ઞ સંપન્ન કરી સૌએ "જય સોમનાથ" અને "હર હર "...
ચંદ્રયાનના સફળ લેન્ડીંગ માટેની માનતા અંતર્ગત લઘુરૂદ્ર મહાયજ્ઞ બ્રહ્મસમાજ દ્વારા સંપન્ન

ભારતનું ગૌરવ એવા ચંદ્રયાન-3 ના સફળ લેન્ડીંગ સમયે માનેલી માનતા લઘુરુદ્ર મહાયજ્ઞ બ્રહ્મ સમાજે પૂર્ણ કર્યો... યજ્ઞના બીડાહોમ સમયે શક્રાદય સ્તુતિ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરી દેશની સુખાકારી અને સફળતા બાબતનો યજ્ઞ સંપન્ન કરી સૌએ "જય સોમનાથ" અને "હર હર " ના નાદ થી વાતાવરણ ગુંજાવી દીધું...

Advertisement

જ્યારે ચંદ્રયાન 3 ચંદ્ર પર લેન્ડિંગ થવાની ઘડીયો ગણાતી હતી. તેવા સમયે તેમના સફળ લેન્ડિંગ માટે વેરાવળ સમસ્ત બ્રહ્મ સમાજે બે માનતાઓ માની હતી જેમાં એક ભગવાન સોમનાથ પર ધ્વજારોહણ કરવું. અને બીજું લઘુરુદ્ર યજ્ઞ કરી સાથે રાષ્ટ્રહિત યજ્ઞ પણ કરવો.. ત્યારે ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બાદ વેરાવળમાં ઓડિટોરિયમ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસ તેમાં પણ એકાદશી અને પ્રભાસતીર્થમાં ચંદ્રયાનની માનતા યજ્ઞ સ્વરૂપે પૂર્ણ કરાઈ હતી.

Advertisement

વહેલી સવારથી આજે 11 અગિયારસ એકાદશી હોય ત્યારે 11 રુદ્ર કુંડ બનાવી તેમાં 11 દંપતિઓ જોડાઈ અને લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો આ લઘુરુદ્ર યજ્ઞમાં સમસ્ત બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજના ભાવિકો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા પૂર્ણાહુતિ બીડાહોમ સમયે રાષ્ટ્રગાન કરી ત્યારબાદ સોમનાથ મહાદેવના જય જય કાર સાથે યજ્ઞ સંપન્ન કરી અને માનતા પૂરી કરાઈ હતી

Advertisement

Tags :
Advertisement

.