Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch farmer: લંડનના ફેશન ડિઝાઇનર મહિલાએ કચ્છમાં ખેતી ક્ષેત્રે 9 માસમાં સિદ્ધિ કરી હાંસલ

Kutch farmer: એક સમયે કચ્છના લોકોમાં વિદેશ જવાની બોલબોલા હતી અને ત્યાં જ પોતાનો ઘંઘો રોજગાર શરૂ કર્યો હતો. જ્યારે હવે ફરી લોકો પોતાના માદરે વતન પરત આવીને અહીં રહેવા લાગ્યા છે. એવા જ એક ફેશન ડિઝાઇનર મહિલા રમીલાબેન વેકરીયા...
kutch farmer  લંડનના ફેશન ડિઝાઇનર મહિલાએ કચ્છમાં ખેતી ક્ષેત્રે 9 માસમાં સિદ્ધિ કરી હાંસલ

Kutch farmer: એક સમયે કચ્છના લોકોમાં વિદેશ જવાની બોલબોલા હતી અને ત્યાં જ પોતાનો ઘંઘો રોજગાર શરૂ કર્યો હતો. જ્યારે હવે ફરી લોકો પોતાના માદરે વતન પરત આવીને અહીં રહેવા લાગ્યા છે. એવા જ એક ફેશન ડિઝાઇનર મહિલા રમીલાબેન વેકરીયા 35 વર્ષ સુધી લંડનમાં રહ્યા હતા. તે હવે કચ્છના બળદિયામાં આવીને ખેતી વાડીના કામમાં જોડાયા છે. હાલમાં, તેઓ અવનવા વિદેશી ફ્રુટ્સ અને શાકભાજી વાવીને લાખોની કમાણી કરી રહ્યા છે.

Advertisement

  • તેઓ 5 થી 6 પરિવારને રોજગારી પણ આપી રહ્યા
  • તેઓએ 9 માસમાં 32 લાખની કમાણી કરી
  • યુવા પેઢીને ખેતીનું અમૂલ્ય જ્ઞાન પ્રદાન કર્યું

જો કે રમીલાબેનને બાળપણથી જ ખેતીવાડીનો શોખ હતો. લંડનમાં પણ તેઓ પોતાના ઘરના બગીચામાં ત્યાંના ફ્રૂટ્સ અને શાકભાજી ઉગાડતા હતા. તે ઉપરાંત જ્યારે તેઓ કચ્છ આવતા હતા, ત્યારે આ પ્રકારે બળદિયામાં આવેલી એક વાડીમાં વિવિધ પાકનું ઉત્પાદન કરતા હતા. છેલ્લાં 8 વર્ષથી તેમની પાસે બળદિયામાં વાડી છે.

તેઓ 5 થી 6 પરિવારને રોજગારી પણ આપી રહ્યા

રમીલાબેન વેકરીયા 35 વર્ષ બાદ સદાયને માટે હવે બળદિયામાં રહેવા માટે આવી ગયા છે. હવે માત્ર ખેતી વાડીમાં તેઓ પોતાનું ધ્યાન લગાવશે તેવું તેમણે જણાવ્યું હતું. પહેલા, એક એકરમાં ખેતી કરવાનું શરૂ કર્યું હતું અને આજે 5 એકરમાં તેઓ ખેતી કરતા થયા છે. તો સાથે જ તેઓ અન્ય 5 થી 6 પરિવારોને રોજગારી પણ આપી રહ્યાં છે.

Advertisement

તેઓએ 9 માસમાં 32 લાખની કમાણી કરી

તેમણે પોતાની વાડીમાં 35 લાખના ખર્ચે બે મોટા ગ્રીન હાઉસ પણ ઊભા કર્યા છે.પોતાની 5 એકરની વાડીમાં તેમણે ટામેટા, કેપ્સિકમ, સ્ટાર ફ્રૂટ, પેસન ફ્રૂટ, મેંગો સ્ટીક, બ્લેક મેંગો, લંડનના એપલ, બદામ જેવા શાકભાજી અને દેશી તેમજ વિદેશી ફળોનું પણ વાવેતર કર્યું છે. તેઓએ અત્યાર સુધી અંદાજિત 9 મહિનામાં 32 લાખ જેટલા રૂપિયાની કમાણી કરી છે.

Advertisement

યુવા પેઢીને ખેતીનું અમૂલ્ય જ્ઞાન પ્રદાન કર્યું

રમીલાબેન જણાવે છે કે, હવે તેમને કચ્છમાં જ રહીને ખેતી કરવા માંગે છે. યુવા પેઢીને પણ તેઓ સંદેશો આપે છે કે ખેતી વાડીમાં મહેનત કરીને જેટલી કમાણી છે તે ક્યાંય નથી. ખેતીનું કામ સમય જરૂર માંગે છે પરંતુ પછી તેમાંથી થતાં પાકોના ફળ મીઠાં હોય છે અને ખરેખર યુવા પેઢીએ પણ ખેતીમાં જોડાવવું જોઈએ. આગામી સમયમાં રમીલાબેન સંપૂર્ણ ખેતી પ્રાકૃતિક રીતે કરવાના છે તેવું તેમણે જણાવ્યું હતું.

અહેવાલ કૌશિક છાંયા

આ પણ વાંચો: Surat murder case: સુરતમાં જમની લે-વેચે મામલે મોતનું કાવતરું ઘડાયું

Tags :
Advertisement

.