Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kolkata: પ્રાઈવેટ પાર્ટમાં 150 મિલીગ્રામ વીર્ય ? ગેંગરેપની આશંકા

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર રેપ કેસ પીડિતા પર ગેંગ રેપ થયો હોવાની આશંકા ઓલ ઈન્ડિયા ગવર્નમેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના એડિશનલ સેક્રેટરી ડૉ.સુવર્ણા ગોસ્વામીનો દાવો પ્રાઈવેટ પાર્ટમાં 150 ગ્રામ વીર્ય, ગેંગરેપની આશંકા Kolkata : કોલકાતા (Kolkata) ની આરજી...
kolkata  પ્રાઈવેટ પાર્ટમાં 150 મિલીગ્રામ વીર્ય   ગેંગરેપની આશંકા
  • કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર રેપ કેસ
  • પીડિતા પર ગેંગ રેપ થયો હોવાની આશંકા
  • ઓલ ઈન્ડિયા ગવર્નમેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના એડિશનલ સેક્રેટરી ડૉ.સુવર્ણા ગોસ્વામીનો દાવો
  • પ્રાઈવેટ પાર્ટમાં 150 ગ્રામ વીર્ય, ગેંગરેપની આશંકા

Kolkata : કોલકાતા (Kolkata) ની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર એટલી હદે અત્યાચાર કરવામાં આવ્યો હતો કે તે સાંભળીને તમે પણ ધ્રુજી જશો. આ કેસના આરોપી સંજય રોયને ફાંસી આપવાની માંગ કરવામાં આવી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયેલા ખુલાસા જાણીને તમને નિર્ભયાની ઘટના યાદ આવી જશે. 2012માં રેપ બાદ પીડિતાની હાલતનું ભયાનક દ્રશ્ય 12 વર્ષ બાદ ફરી એકવાર જોવા મળ્યું અને દેશ ફરી એકવાર બદલાની આગમાં સળગવા લાગ્યો છે. ઓલ ઈન્ડિયા ગવર્નમેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના એડિશનલ સેક્રેટરી ડૉ.સુવર્ણા ગોસ્વામીએ એક દાવો કર્યો છે તે ચોંકાવનારો છે

Advertisement

પીડિતાના પિતાએ 2 ઘટસ્ફોટ કર્યા

અલબત્ત, આ ઘટનાનો વિરોધ થઈ રહ્યો છે, ભલે કાયદો આરોપી સંજય રોયને ફાંસી આપે, પરંતુ ભગવાન કોઈ પિતાને તેમના જીવનકાળ દરમિયાન તેની લક્ષ્મીની આવી ખરાબ હાલતમાં જોવા ના દે....સંજયની ક્રૂરતાનો ભોગ બનેલા ડૉક્ટરના પિતાએ જ્યારે ખૂબ આજીજી કર્યા પછી તેમની દીકરીને છેલ્લી વાર જોઈ ત્યારે ખૂબ જ દુઃખી થઈ ગયા. તેમની લાશની હાલત જોઈને તેઓ બેભાન થઈ ગયા હતા. મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તેમણે બે ખુલાસા કર્યા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે આ વધુ એક દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો---- Kolkata : આરજી કર મેડિકલ કોલેજમાં ભારે હોબાળો, હોસ્પિટલમાં તોડફોડ, પોલીસે લાઠીચાર્જ કર્યો...

Advertisement

આજીજી બાદ 3 કલાક બાદ મૃતદેહ જોવા મળ્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતાના માતા-પિતાની હાલત ખૂબ જ ખરાબ છે. આવી ઉદાસ અવસ્થામાં તે પાણી પણ પી શકતા નથી અને વચ્ચે-વચ્ચે રડવા લાગે છે. પિતાની હાલત વધુ ખરાબ છે કારણ કે તેમણે ખરાબ રીતે લોહીથી લથપથ લાશ જોઈ. તેમના વતી બોલતા એક સંબંધીએ કહ્યું કે જે દિવસે તેમની પુત્રીનો મૃતદેહ મળ્યો..જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા તો પોલીસે અમને લાશ જોવા ન દીધી.

Advertisement

બંને પગ 90 ડિગ્રીના ખૂણા પર ખુલ્લા હતા

3 કલાક સુધી આજીજી કર્યા બાદ પિતાએ જ્યારે પુત્રીની લાશ જોઈ તો તેને ચક્કર આવવા લાગ્યા અને બેહોશ થવા લાગ્યા. જ્યારે હું તેમની સંભાળ લેવા અંદર ગયો ત્યારે મેં લાશ જોઈ. હાલત જોઈને ગભરાઈ ગયો. પોલીસવાળાએ ફોટો લેવા કહ્યું. જ્યારે મેં તસવીર જોઇ ત્યારે મને સમજાયું કે તેના શરીર પર કપડાંનો એક પણ ટુકડો ન હતો. બંને પગ 90 ડિગ્રીના ખૂણા પર ખુલ્લા હતા. એક પગ પલંગની બાજુમાં હતો અને બીજો પલંગની બીજી બાજુ. માહિતી મેળવ્યા પછી, જાણવા મળ્યું કે પેલ્વિક ગર્ડલ તૂટી જાય ત્યારે જ આવું થઈ શકે છે. યુવતી પર ભારે ક્રૂરતા આચરવામાં આવી છે. એ દ્રશ્ય હું ક્યારેય ભૂલી નહીં શકું.

પ્રાઈવેટ પાર્ટમાં 150 ગ્રામ મિલીવીર્ય, ગેંગરેપની આશંકા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓલ ઈન્ડિયા ગવર્નમેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના એડિશનલ સેક્રેટરી ડૉ.સુવર્ણા ગોસ્વામીએ એક દાવો કર્યો છે. તેમણે મૃતકના પોસ્ટ મોર્ટમ રિપોર્ટને ટાંકીને આ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, મૃતકના પ્રાઈવેટ પાર્ટમાં 150 મિલીગ્રામ વીર્ય મળી આવ્યું હતું, જે કોઈ એક વ્યક્તિનું ન હોઈ શકે, કારણ કે કોઈ પણ પુરૂષ સંપૂર્ણ સ્વસ્થ હોવા છતાં આટલા વીર્યનું સ્ખલન કરી શકતું નથી. આવી સ્થિતિમાં, મોટો પ્રશ્ન એ છે કે શું મૃતક પર સામૂહિક બળાત્કાર થયો હતો. આ ઘટનામાં માત્ર એક નહીં પરંતુ એકથી વધુ લોકો સંડોવાયેલા છે.

એમ.ડી.માં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું ચકનાચૂર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતાના પિતાએ મીડિયા સાથે વાત કરતા તેમની દીકરીના સપનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તે ડાયરી લખતી હતી. તેણીએ ડાયરીમાં લખ્યું હતું કે તે એમડીમાં ગોલ્ડ મેડલ જીતવા માંગે છે. તેથી જ તે ખૂબ મહેનત કરી રહી હતી. પરિવારે તેના સપના પૂરા કરવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા, પરંતુ તેમને કલ્પના નહોતી કે તેમના સપના આ રીતે ચકનાચૂર થઈ જશે.

આ પણ વાંચો----kolkata Doctor Case : મહિલા ડૉક્ટર હત્યા મામલે બોલિવૂડ સ્ટાર્સમાં પણ રોષ, મમતા બેનર્જીને કહ્યું...

Tags :
Advertisement

.