Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KMP Expressway Accident : પ્રવાસી બસમાં લાગી આગ, 8 જીવતા દાઝ્યા, 24 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

હરિયાણાના નુહ જિલ્લા (Haryana's Nuh district) ના કુંડલી માનેસર-પલવલ એક્સપ્રેસવે (Kundli Manesar-Palwal Expressway) પર મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે ભયાનક માર્ગ અકસ્માત (Horrific Road Accident) થયો હતો. આ અકસ્માતમાં 8 પ્રવાસીઓ જીવતા દાઝી (burnt alive) ગયા હોવાના અહેવાલ છે. 24...
kmp expressway accident   પ્રવાસી બસમાં લાગી આગ  8 જીવતા દાઝ્યા  24 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

હરિયાણાના નુહ જિલ્લા (Haryana's Nuh district) ના કુંડલી માનેસર-પલવલ એક્સપ્રેસવે (Kundli Manesar-Palwal Expressway) પર મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે ભયાનક માર્ગ અકસ્માત (Horrific Road Accident) થયો હતો. આ અકસ્માતમાં 8 પ્રવાસીઓ જીવતા દાઝી (burnt alive) ગયા હોવાના અહેવાલ છે. 24 પ્રવાસીઓ (24 tourists) ખરાબ રીતે દાઝી ગયા છે અને ગંભીર રીતે ઘાયલ (seriously injured) થયા છે અને તેમને સારવાર (Treatment) માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર ટૂરિસ્ટ બસમાં આગ લાગી

હરિયાણાના નુહમાં ટૂરિસ્ટ બસ (tourist bus) માં આગ લાગી જવાના કારણે મોટો અકસ્માત (Major Accident) થયો છે. આ દુર્ઘટના નુહ જિલ્લાના તાવડુ સબડિવિઝનની સરહદમાંથી પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે (Kundli Manesar-Palwal Expressway) પર બની હતી. આ સમય દરમિયાન, બસમાં લગભગ 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 8 લોકોના મોત થયા છે અને 24 લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે, બસમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના લોકો ધાર્મિક સ્થળોની મુલાકાત (visit religious places) લેવા નીકળ્યા હતા અને બનારસ અને વૃંદાવનથી પરત ફરી રહ્યા હતા. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ (Fire Brigade) આગ ઓલવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ તે પહેલા જ સ્થાનિક લોકોએ આવીને આગ (Fire) પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનો અને ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમતથી આગને કાબુમાં લીધી હતી.

Advertisement

બસ સળગી રહી હતી, મુસાફરો ચીસો પાડી રહ્યા હતા

મળી રહેલી માહિતી અનુસાર, પ્રવાસી બસમાં લગભગ 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેઓ પંજાબ અને ચંદીગઢના રહેવાસી હોવાનું કહેવાય છે. આ અકસ્માત મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે થયો હતો. પ્રવાસીઓ બનારસ અને વૃંદાવનની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા. ઇજાગ્રસ્ત પ્રવાસીઓમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. અકસ્માતના પ્રત્યક્ષદર્શી સાબીર, નસીમ અને તેમના મિત્રોએ જણાવ્યું કે બસ પાછળથી સળગી રહી હતી અને મુસાફરો ચીસો પાડી રહ્યા હતા. તેમણે બાઇક પર બસનો પીછો કર્યો, ડ્રાઇવરને જાણ કરી અને બસ રોકાવી. મુસાફરો ઉતર્યા ત્યાં સુધીમાં આગ આખી બસની લપેટમાં આવી ગઈ હતી.

પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચવામાં મોડું થયું હતું

ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ મોડી પહોંચી હતી. ત્યાં સુધીમાં બસમાં સવાર લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા, જેમાંથી 8 ના મોત થયા હતા. આ પછી તાવડુ સદર પોલીસ સ્ટેશને એમ્બ્યુલન્સ બોલાવી અને ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજરાનિયા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે, આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, લગભગ બે ડઝન ઘાયલ છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Accident : ભરતપુરમાં UP રોડવેઝની બસ ટ્રક સાથે અથડાઈ, પાંચનાં મોત, અનેક ઘાયલ…

આ પણ વાંચો - Pune Airport : એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ પહેલા ટગ ટ્રક સાથે અથડાયું

Tags :
Advertisement

.