Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોલકાતાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, દિલ્હીનો નોર્ટજેને ટીમથી બહાર

કોલકાતા નાઈટ રાઈડર્સ એ દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. KKRના કેપ્ટન શ્રેયસે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સાથે જ દિલ્હીની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. એનરિક નોર્ટજેની જગ્યાએ ઝડપી બોલર ખલીલ અહેમદની વાપસી થઈ છે.બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 30 મેચ રમાઈ છે. આમાં કોલકાતાનું પલ્લું ભારે રહ્યું છે. કોલકાતાએ 16 મેચ જીતી છે.  દિલ્હીએ 13 મેચ જીતી
કોલકાતાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી  દિલ્હીનો નોર્ટજેને ટીમથી બહાર
કોલકાતા નાઈટ રાઈડર્સ એ દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. KKRના કેપ્ટન શ્રેયસે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સાથે જ દિલ્હીની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. એનરિક નોર્ટજેની જગ્યાએ ઝડપી બોલર ખલીલ અહેમદની વાપસી થઈ છે.
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 30 મેચ રમાઈ છે. આમાં કોલકાતાનું પલ્લું ભારે રહ્યું છે. કોલકાતાએ 16 મેચ જીતી છે.  દિલ્હીએ 13 મેચ જીતી હતી. એક મેચ અનિર્ણિત રહી હતી. આ સિઝનમાં કોલકાતાએ અત્યાર સુધી ચાર મેચ રમી છે. પ્રથમ મેચમાં ચેન્નાઈ સામે છ વિકેટે જીત મેળવી હતી. બીજી મેચમાં બેંગ્લોરે KKRને ત્રણ વિકેટે હરાવ્યું હતું.ત્રીજી મેચમાં કોલકાતાએ પંજાબને છ વિકેટે અને ચોથી મેચમાં મુંબઈને પાંચ વિકેટે હરાવ્યું હતું. 
આજે દિલ્હી સામે કોલકાતાની ટીમ જીતની હેટ્રિક લગાવવા ઉતરશે.  દિલ્હીની ટીમે સિઝનની તેમની પ્રથમ સિઝનમાં જીત મેળવી હતી. આ સાથે જ આગામી બે મેચમાં તેને ગુજરાત અને લખનૌ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ટીમ 
કોલકાતા નાઈટ રાઈડર્સઃ અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), સેમ બિલિંગ્સ (વિકેટ કીપર ), નીતિશ રાણા, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, ઉમેશ યાદવ, રસિક સલામ, વરુણ ચક્રવર્તી.
દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શો, ડેવિડ વોર્નર, ઋષભ પંત (કેપ્ટન-વિકેટ કીપર), રોવમેન પોવેલ, સરફરાઝ ખાન, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, ખલીલ અહેમદ.
Advertisement
Tags :
Advertisement

.