Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kilkari mobile app: ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી અને આશા મોબાઇલ એકેડમી કરી લોન્ચ

Kilkari mobile app: રાજ્યમાં બાળમૃત્યુ અને માતામૃત્યુદર ઘટાડવાની સાથે કુપોષણ નાબૂદી માટે વધુ એક અનુકરણીય પહેલ હાથ ધરવામાં આવી છે. 72 Audio Message ફોન દ્વારા પહોંચાડાશે એસ.પી. વધેલનું નિવેદન યોજનાને લઈને ભારતી પવારનું Kilkari પર નિવેદન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું...
kilkari mobile app  ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી અને આશા મોબાઇલ એકેડમી કરી લોન્ચ

Kilkari mobile app: રાજ્યમાં બાળમૃત્યુ અને માતામૃત્યુદર ઘટાડવાની સાથે કુપોષણ નાબૂદી માટે વધુ એક અનુકરણીય પહેલ હાથ ધરવામાં આવી છે.

Advertisement

  • 72 Audio Message ફોન દ્વારા પહોંચાડાશે
  • એસ.પી. વધેલનું નિવેદન યોજનાને લઈને
  • ભારતી પવારનું Kilkari પર નિવેદન
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પવાર અને એસ.પી. વધેલના હસ્તે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી અને Asha Mobile Academy નું વર્ચ્યુઅલી લોન્ચીંગ કરીને સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

72 Audio Message ફોન દ્વારા પહોંચાડાશે

ગર્ભાવસ્થાના ચોથા મહિનાથી લઇ પ્રસુતિના એક વર્ષ સુધી આ એપ મહિલાઓને અને નવજાત બાળકને મદદરૂપ બનશે. સગર્ભાવસ્થા, બાળજન્મ અને બાળ સંભાળ વિશે મફત, સાપ્તાહિક, યોગ્ય સમયે 72 Audio Message સીધા પરિવારોના મોબાઇલ ફોન પર પહોંચાડશે.

Advertisement

Kilkari mobile app

Kilkari mobile app

એસ.પી. વધેલનું નિવેદન યોજનાને લઈને

કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી એસ.પી. વધેલ Kilkari App ને મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક પહેલ જણાવી હતી. તેમણે આ વર્ષના બજેટમાં 10 લાખ આશા બહેનો અને 25 લાખ આંગણવાડી કાર્યકરોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળનાર જોગવાઇને પણ આવકારી હતી. આ વર્ષના બજેટમાં દેશની 9 થી 14 વર્ષની દિકરીઓને સર્વાઇકલ વેક્સિનેશન અભિયાન અંગેની જોગવાઇ વ્યક્ત કરી હતી.

Advertisement

ભારતી પવારનું Kilkari પર નિવેદન

કેન્દ્રીય રાજ્ય મંત્રી ભારતી પવારે મોબાઇલ સ્વાસ્થ્ય સેવા Kilkari નો ગુજરાતમાં પ્રારંભ કરાવતા કહ્યું હતું કે, દેશની માતાઓ અને બહેનોના Health અને સુરક્ષા માટે અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલમાં છે. તે જ રીતે Kilkari સેવા દરેક માતા અને સગર્ભા મહિલાઓ માટે ઉપિયોગી છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

તેમણે જણાવ્યું હતું કે, જ્યારે Narendra Modi ગુજરાતના વડાપ્રધાન હતા. ત્યારે Maa Card, ખિલખિલાટ સેવાઓ, રાજ્ય આરોગ્યની માળખાકીય સવલતોને ઉત્કૃષ્ઠ બનાવવા હાથ ધરેલી વિવિધ પહેલના પરિણામે આજે રાજ્યમાં દર વર્ષે થતી 12 લાખ પ્રસુતિમાંથી 99 ટકાથી વધુ Institutional પ્રસુતિ અટલે કે હોસ્પિટલમાં થાય છે. વધુમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકોને ઘરે-ઘરે જઇને આરોગ્યની સેવા આપતી આશા બહેનો માટે આશા મોબાઇમોબાઇલ એકેડમીની પણ ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ઇડર તાલુકાના સસ્પેન્ડ કરાયેલા ૮ કાર્યકર્તાઓનો પુન: ભાજપમાં પ્રવેશ

Tags :
Advertisement

.