Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Khambhat: જાહેરમાં ફટાકડા ફોડી દાદાગીરી કરતા યુવકોને પોલીસે ભણાવ્યો પાઠ, પાંચ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું

Khambhat: નગરા ગામના યુવકોએ ફટાકડા નહીં ફોડવા જણાવતા તે યુવકો ઉપર પણ હુમલો કર્યો હતો. શહેરના ચકડોળ ગ્રાઉન્ડ રોડ પર 10થી વધુ લોકો જાહેરમાં ફટાકડા ફોડતા હતા.
khambhat  જાહેરમાં ફટાકડા ફોડી દાદાગીરી કરતા યુવકોને પોલીસે ભણાવ્યો પાઠ  પાંચ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું
  1. યુવકોએ ગોપાલ ટોકીઝ પાસે જાહેરમાં ફટાકડા ફોડી દહેશત ફેલાવી
  2. ચકડોળ ગ્રાઉન્ડ રોડ પર 10થી વધુ લોકો જાહેરમાં ફોડતા હતા ફટાકડા
  3. હુમલા બાદ 8 થી વધુ લોકો સામે પોલીસે દાખલ કર્યો હતો ગુનો

Khambhat: ખંભાતમાં ગત મોડી રાત્રે કેટલાક લોકોએ જાહેરમાં ફટાકડા ફોડીને લોકોને હેરાન-પરેશાન કર્યાં હતાં. ખંભાતમાં ગોપાલ ટોકીઝ પાસે આ લોકોએ જાહેરમાં ફટાકડા ફોડીને દહેશત ફેલાવી હતી. આ ઘટના ગઈ કાલે મોડી રાત્રે બની હતી. વિગતો એવી પણ સામે આવી હતી કે, શહેરના ચકડોળ ગ્રાઉન્ડમાં મેળો ચાલી રહ્યો હતો, જેથી સ્વાભાવિક છે કે, અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેવાની છે. પરંત આ લોકોએ જાહેરમાં ફટાકડા ફોડી રોફ જમાવી રહ્યાં હતા. જો કે, અત્યારે પોલીસે 8 લોકોની ધરપકડ કરીને જાહેરમાં તેમનું સરઘસ કાઢીને તેમને પાઠ ભણાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Botad: ગઢડા તાલુકાના ગાળા ગામમાં એક પરિવારના લોકો વચ્ચે થઈ હિંસક મારામારી

પોલીસે 8 થી વધુ લોકો સામે ગુનો દાખલ કર્યો

આ લોકોએ એટલી દહેશત ફેલાવી હતી કે, નગરા ગામના યુવકોએ ફટાકડા નહીં ફોડવા જણાવતા તે યુવકો ઉપર પણ હુમલો કર્યો હતો. શહેરના ચકડોળ ગ્રાઉન્ડ રોડ પર 10થી વધુ લોકો જાહેરમાં ફટાકડા ફોડતા હતા. નોંધનીય છે કે, હુમલા બાદ અત્યારે પોલીસે 8 થી વધુ લોકો સામે ગુનો દાખલ કર્યો છે. એટલું જ નહીં પરંતુ આજે પાંચ આરોપીઓને ઝડપી પાડીને પોલીસે જાહેરમાં તેમનું સરઘસ પણ કાઢ્યું હતું. જેથી આગામી સમયમાં કોઈ પણ આવું કરતા પહેલા વિચાર કરે.

Advertisement

આ પણ વાંચો: હાઈકોર્ટ આ પ્રકારના આદેશ કેમ કરી શકે? સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો ઉધડો લેતા ઉઠાવ્યા સવાલ

પોલીસની આ કામગીરીને ખંભાત વાસીઓએ બિરદાવી

નોંધનીય છે કે, અસમાજિત તત્વોમાં દાખલો બેસાડવા અને તેમને કાયદાનું ભાન કરવવા માટે પોલીસે સરાહનીય કામગીરી કરી છે. પોલીસની આ કામગીરીને ખંભાત વાસીઓએ બિરદાવી પણ છે. સ્વાભિવાક બાબતે છે કે, તહેવાર હોય તો દરેક લોકોને ખુશીઓ માનાવવાનો અધિકાર છે પરંતુ તેનો મતલબ એવો નથી કે, પોતાની ખુશી માટે કોઈ બીજાને હેરાન કરવામાં આવે! જો આવું કરવામાં આવે તો તેમની સામે કાર્યવાહી થવી અનિવાર્ય છે, જેથી પોલીસે અત્યારે આરોપીઓની ધરપકડ કરીને જાહેરમાં તેમનું સરઘસ કાઢ્યું અને તેમને કાયદાનો પાઠ ભણાવ્યો!

Advertisement

આ પણ વાંચો: Vadodara : મરાઠી મહોલ્લામાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 થી વધુ સામે FIR, 4 થી વધુની અટકાયત

Tags :
Advertisement

.