Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં હત્યા 

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ગુરુદ્વારાની બહાર તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ટાર્ગેટ શૂટિંગમાં ખાલિસ્તાની સમર્થક નિજ્જરને ઘણી  ગોળી વાગી હતી, જે બાદ તેનું મોત થયું હતું....
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં હત્યા 
Advertisement
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ગુરુદ્વારાની બહાર તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ટાર્ગેટ શૂટિંગમાં ખાલિસ્તાની સમર્થક નિજ્જરને ઘણી  ગોળી વાગી હતી, જે બાદ તેનું મોત થયું હતું. હરદીપ સિંહ નિજ્જર ભારતીય એજન્સીઓની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ હતો. ભારતમાં હિંસા અને અપરાધના ઘણા મામલામાં તેનું નામ સામે આવ્યું હતું, ત્યારબાદ તેને વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં મૂકવામાં આવ્યો હતો.
વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો
ભારત સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી યાદીમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું, જેમાં અન્ય 40 આતંકવાદીઓના નામ પણ સામેલ હતા. નિજ્જર પર ગયા વર્ષે એટલે કે 2022માં પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. આ હત્યાકાંડ બાદ તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)એ આ સમગ્ર હત્યાકાંડને અંજામ આપ્યો હતો. નિજ્જર આ સંસ્થાના વડા હતા.
NIA પણ તપાસ કરી રહી છે
નિજ્જર પર ભારતમાં અન્ય વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો પણ આરોપ હતો. NIA તેની સામે આતંકવાદી ગતિવિધિઓ માટે પણ તપાસ કરી રહી હતી. જોકે હવે તે ગોળીબારમાં માર્યો ગયો છે. આ હત્યા કોણે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. કેનેડા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
ખાલિસ્તાન સમર્થકો સામે કાર્યવાહી
ભારતીય એજન્સીઓ ખાલિસ્તાની ચળવળ પર સતત કામ કરી રહી છે, તાજેતરમાં વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ અને તેના તમામ સમર્થકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કેનેડા અને અન્ય દેશોમાંથી કામ કરી રહેલા ખાલિસ્તાન સમર્થકોને મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં જ અમૃતપાલના નજીકના સાથી અને ખાલિસ્તાન સમર્થક અવતાર સિંહ ખાંડાનું પણ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, ખંડાનો પણ NIAની વોન્ટેડ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
Tags :
Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુઓ ભારતીય સંત પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ

featured-img
ધર્મ ભક્તિ

Mahila Naga Sadhus: કોણ હોય છે મહિલા નાગા સાધુઓ? શું તેઓ ખરેખર કપડાં વગર રહે છે?

featured-img
અમદાવાદ

Gujarat: ઉત્તરાયણના દિવસ માટે પવનની ગતિને લઇ અંબાલાલ પટેલની આગાહી

featured-img
રાષ્ટ્રીય

દિલ્હીને ‘આપ-દા’થી મુક્ત કરવાનો સમય આવી ગયો છે: અમિત શાહ

featured-img
રાષ્ટ્રીય

વાહ પોલીસ વાહ! ચાલતા જતા વ્યક્તિને પોલીસે પરાણે હેલમેટનો મેમો આપ્યો

featured-img
આંતરરાષ્ટ્રીય

ભારતની અર્થવ્યવસ્થા અંગે અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર, આખરે કોની નજર લાગી?

×

Live Tv

Trending News

.

×