Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kanpur Dehat Case: કાનપુરના દેહતનામાં થયેલા નરસંહારનો આખરે આવ્યો ન્યાય નિર્ણય

Kanpur Dehat Case: ઉત્તર પ્રદેશ (UP) ના કાનપુર (Kanpur) દેહતના પ્રખ્યાત બેહમાઈ હત્યા કેસમાં 43 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. આ કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કુલ 36...
kanpur dehat case  કાનપુરના દેહતનામાં થયેલા નરસંહારનો આખરે આવ્યો ન્યાય નિર્ણય

Kanpur Dehat Case: ઉત્તર પ્રદેશ (UP) ના કાનપુર (Kanpur) દેહતના પ્રખ્યાત બેહમાઈ હત્યા કેસમાં 43 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. આ કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

  • કુલ 36 લોકો વિરુદ્ધ કેસ નોંધાયેલો હતો
  • સજા ફટકારવામાં આરોપીના નામ
  • શું હતી બહેમાઈ ઘટના?

કુલ 36 લોકો વિરુદ્ધ કેસ નોંધાયેલો હતો

આજરોજ કાનપુર (Kanpur) દેહાતના બહેમાઈ કેસમાં કાનપુર દેહાતની Anti Dacoity Court એ એક આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. તેમજ એક આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. આ કેસની મુખ્ય આરોપી મહિલા ફૂલન દેવી (Phoolan Devi) નું નિધન થઈ ગયું છે. તેમજ આ ઘટનામાં કુલ 36 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.

સજા ફટકારવામાં આરોપીના નામ

કોર્ટે (Anti Dacoity Court) બેહમાઈ કેસમાં જેલમાં રહેલા બે આરોપીઓમાંથી એક શ્યામ બાબુને દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી, જ્યારે અન્ય આરોપી વિશ્વનાથને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

Advertisement

શું હતી બહેમાઈ ઘટના?

14 ફેબ્રુઆરી, 1981 ના રોજ કાનપુર દેહતના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના કિનારે આવેલા બેહમાઈ ગામમાં ડાકુ ફૂલન દેવીએ 20 લોકોને એક લાઈનમાં ઉભા કરીને ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ દેશથી લઈને વિદેશી મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. ત્યારે ગામના રહેવાસી રાજારામ દ્વારા ફૂલન દેવી અને તેના સાથીદારો વિરુદ્ધ કેસ નોંધવવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ 43 વર્ષ બાદ મૃતકોનો પરિવારજનોને ન્યાય મળ્યો છે.

આ પણ વાંચો: ED Sixth Summons: ફરી એકવાર લોકસભાની ચૂંટણી પહેલા દિલ્હીના સીએમને સમન્સ પાઠવવામાં આવ્યા

Advertisement

Tags :
Advertisement

.