Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

US ડોલર સસ્તા ભાવે આપવાની લાલચ આપી વેપારીને લૂંટનાર આરોપીઓની કણભા પોલીસે કરી ધરપકડ

અમેરિકન ડોલર સસ્તા ભાવે આપવાની લાલચ આપી વેપારીને મહેસાણાથી અમદાવાદ બોલાવી લૂંટ કરનાર બે આરોપીઓની કણભા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ સ્વામીનો વેશ ધારણ કરી વીડિયો કોલમાં ડોલર બતાવી સસ્તા ભાવે આપવાની લાલચ આપી હતી. મહત્વનું છે કે આરોપીએ પોલીસથી...
us ડોલર સસ્તા ભાવે આપવાની લાલચ આપી વેપારીને લૂંટનાર આરોપીઓની કણભા પોલીસે કરી ધરપકડ

અમેરિકન ડોલર સસ્તા ભાવે આપવાની લાલચ આપી વેપારીને મહેસાણાથી અમદાવાદ બોલાવી લૂંટ કરનાર બે આરોપીઓની કણભા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ સ્વામીનો વેશ ધારણ કરી વીડિયો કોલમાં ડોલર બતાવી સસ્તા ભાવે આપવાની લાલચ આપી હતી. મહત્વનું છે કે આરોપીએ પોલીસથી બચવા ડમી સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો.

Advertisement

અમદાવાદ ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં રહેલા બે આરોપી સસ્તા ભાવે ડોલર આપવાની લાલચે વેપારીને બોલાવી લૂંટ આચરી ફરાર થઈ ગયા હતા. આરોપી અમિત તળપતા અને તેનો સાગરીત યોગેશ ઉદવાની ની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે, આ કેસના મુખ્ય આરોપી અમિત તળપતા પોતે સ્વામી તરીકે પોતાની ઓળખ આપતો અને અમેરિકા થઈ આવ્યા છે માટે. તેમની પાસે 10 હજાર અમેરિકી ડોલર છે જેને સસ્તા ભાવે આપી દેવાના છે. તેવી વિડીયોકોલમાં વાતચીત કરતો હતો. જે બાદ વેપારીને મળવા બોલાવી 6,90,000 ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓએ પહેલેથી જ ગુનાનું કાવતરું રચી ગુનો કરવા માટે ડમી સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો. જોકે પોલીસે તેની તપાસ કરતા આરોપી ખેડાના સુરા શામળ ગામનો રહેવાથી હોવાનું સામે આવતા. ત્યાંથી અમિત અને તેના મિત્ર યોગેશની ધરપકડ કરવામાં આવી. સાથે જ ગુનામાં વપરાયેલ બાઈક અને લૂંટની રકમ પણ કબજે કરવામાં આવી છે. જોકે ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા, અમિત અગાઉ પણ પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.

Advertisement

અમેરિકન ડોલર સત્તા આપવા અને સ્વામી તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચારનાર આરોપીઓએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. જેથી ગુનામાં વપરાયેલ મોબાઈલ અને સીમકાર્ડ ની વિગત મેળવી આરોપીએ અન્ય કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે. અથવા તો લૂંટ કરી છે તેની પોલીસ તપાસ કરી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.