Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junior Doctor's Strike : હડતાળ પર ઉતરેલા જૂનિયર ડોક્ટરોનાં બદલાયા સૂર, હવે કરી આ માગ!

BJ મેડિકલ કોલેજમાં હડતાળ પર રહેલા જૂનિયર ડોક્ટરોનાં સૂર બદલાયા ગઇકાલ સુધી 40 ટકા વધારાની માગ કરતા ડોક્ટરોએ 30 ટકાની માગ કરી તંત્રે કાર્યવાહીની તૈયારી દર્શાવતા JDA નું વલણ બદલાયું હોવાની ચર્ચા અમદાવાદની (Ahmedabad) BJ મેડિકલ કોલેજનાં 1200 જેટલા...
junior doctor s strike   હડતાળ પર ઉતરેલા જૂનિયર ડોક્ટરોનાં બદલાયા સૂર  હવે કરી આ માગ
  1. BJ મેડિકલ કોલેજમાં હડતાળ પર રહેલા જૂનિયર ડોક્ટરોનાં સૂર બદલાયા
  2. ગઇકાલ સુધી 40 ટકા વધારાની માગ કરતા ડોક્ટરોએ 30 ટકાની માગ કરી
  3. તંત્રે કાર્યવાહીની તૈયારી દર્શાવતા JDA નું વલણ બદલાયું હોવાની ચર્ચા

અમદાવાદની (Ahmedabad) BJ મેડિકલ કોલેજનાં 1200 જેટલા જૂનિયર ડોક્ટરોએ ગઈકાલે સ્ટાઇપન્ડ વધારાની માગ સાથે વિરોધ (Junior Doctors Strike) નોંધાવ્યો હતો અને ઇમરજન્સી સેવા અને OPD થી અળગા રહ્યા હતા. જૂનિયર્સ ડોક્ટરો દ્વારા 40 ટકા સ્ટાઇપન્ડ વધરાવાની માગ કરાઈ છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં સરકારે સ્ટાઇપન્ડમાં 20 ટકાનો વધારો કર્યો હતો. સ્ટાઇપન્ડમાં વધારાની માગ સાથે જૂનિયર ડોક્ટરો ધરણાં પર ઉતર્યા હતા. જો કે, હડતાળ પર ઉતરેલા જૂનિયર ડોક્ટરોનાં સૂર હવે બદલાયા છે. તેઓ હવે સ્ટાઇપન્ડમાં 30 ટકાના વધારાની માગ કરી રહ્યા છે.઼

Advertisement

આ પણ વાંચો - Surat : મોડી રાતે ACB એ કરી AAP કોર્પોરેટરની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો ?

Advertisement

તંત્રે કાર્યવાહીની તૈયારી દર્શાવતા JDA નું વલણ બદલાયું

જણાવી દઈએ કે, ગઈકાલે BJ મેડિકલ કોલેજ પરિસરમાં (BJ Medical College) PG ડોક્ટર્સ એટલે કે જૂનિયર ડોક્ટર્સ હડતાળ (Junior Doctors Strike) પર ઉતર્યા હતા અને ધરણાં પ્રદર્શન કર્યું હતું. તેમની માગ હતી કે તેમને અપાતા સ્ટાઇપન્ડમાં 40 ટકા સુધીનો વધારો કરવામાં આવે. જો કે, ઓગસ્ટ મહિનામાં સરકારે 20 ટકા સુધીનો વધારો કર્યો હતો. જૂનિયર ડોક્ટરોની હડતાળનાં કારણે ગઈકાલે હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. આ મામલે ગઈકાલે BJ મેડિકલ કોલેજ (BJ Medical College) પ્રશાસન દ્વારા પોલીસ વિભાગને સરકાર વિરોધી આંદોલન હોવાથી પગલાં લેવા વિનંતી કરાઈ હતી. સાથે જ સરકારે પણ હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સને ફરજિયાત કામ પર હાજર રહેવા જણાવ્યું હતું અને ડૉક્ટરો ફરજ પર હાજર નહીં થાય તો શિક્ષાત્મક પગલાં લેવાશે તેવી સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો - BJ Medical College: હડતાલ પર ઉતરેલા ઈન્ટર્ન અને રેસિડેન્ટ ડૉક્ટરોને સરકારનું અલ્ટીમેટમ, હાજર નહીં થાય તો...

Advertisement

સ્ટાઇપન્ડમાં 40 ટકાની જગ્યાએ 30 ટકાનાં વધારાની માગ

જો કે, સરકાર અને BJ મેડિકલ કોલેજ પ્રશાસન દ્વારા કાર્યવાહીની તૈયારી દર્શાવતા JDA નું વલણ બદલાયું છે. હવે તેઓ સ્ટાઇપન્ડમાં 40 ટકાની જગ્યાએ 30 ટકાનાં વધારાની માગ કરી રહ્યા છે. જૂનિયર ડોક્ટર્સ હાલ પણ હડતાળ (Junior Doctors Strike) પર છે. આથી, BJ મેડિકલ કોલેજ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. માહિતી મુજબ, શાહીબાગ, મેઘાણીનગર અને નરોડા પોલીસ સ્ટેશનનાં 50 જેટલા પોલીસકર્મી બંદોબસ્તમાં ખડેપગે છે. સ્ટાઈપેન્ડની રકમ વધારા મામલે ગઇકાલે JDA દ્વારા હડતાળનું એલાન કરાયું હતું.

આ પણ વાંચો - Doctor's Strike : BJ મેડિકલ કોલેજનાં 1200 PG ડોક્ટર્સ ફરી હડતાળ પર, સિવિલમાં પણ વિરોધના સૂર!

Tags :
Advertisement

.