Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હોલીવુડ સ્ટાર Johnny Depp 'મોદી' નામની ફિલ્મ બનાવશે, જાણો શું છે કહાની

પ્રસિદ્ધ Hollywood સ્ટાર Johnny Depp એ 25 વર્ષ બાદ કોઈ ફિલ્મ ડાયરેક્ટ કરવાની વાત કરી છે. ફિલ્મનું નામ હશે મોદી. Johnny Depp ને ફિલ્મ મોદી માટેના કલાકારોના નામની જાહેરાત કરી છે. ડેડલાઈનની રિપોર્ટ અનુસાર ઈટાલવી કલાકાર એમેડિયો મોદિગ્લિઆનીની બાયોપીક પર...
હોલીવુડ સ્ટાર johnny depp  મોદી  નામની ફિલ્મ બનાવશે  જાણો શું છે કહાની

પ્રસિદ્ધ Hollywood સ્ટાર Johnny Depp એ 25 વર્ષ બાદ કોઈ ફિલ્મ ડાયરેક્ટ કરવાની વાત કરી છે. ફિલ્મનું નામ હશે મોદી. Johnny Depp ને ફિલ્મ મોદી માટેના કલાકારોના નામની જાહેરાત કરી છે. ડેડલાઈનની રિપોર્ટ અનુસાર ઈટાલવી કલાકાર એમેડિયો મોદિગ્લિઆનીની બાયોપીક પર આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ઈટાલવી સ્ટાર રિકાર્ડો સ્કૈમાર્સિયો (જૉન વિક ચૈપ્ટર 2), સીઝર એવોર્ડ વિજેતા પિયરે નાઈન (યવેસ સેંટ લોરેંટ) ઓન સ્ક્રિન આઈકન અલ પૈચીનો (ધ ગોડફાદર) મુખ્ય ભુમિકામાં હશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે બુડાપેસ્ટમાં શરૂ થશે. હાલ ફિલ્મના બીજા કલાકારોની કાસ્ટિંગ કરવામાં આવી રહી છે અને જલ્દી જ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે.

Advertisement

શું છે કહાની

  • ડેડલાઈનની રિપોર્ટ અનુસાર આ ફિલ્મ વર્ષ 196 માં પેરિસમાં પોતાના સમય દરમિયાન પ્રસિદ્ધ ચિત્રકાર અને મુર્તિકાર મોદિગ્લિઆનીની કહાની પર આધારિત હશે અને તેમના જીવનની ઘટનઓ પર ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે. મોદિગ્લિઆની કહાની પર બનનારી આ ફિલ્મમાં તેમના જીવનની સૌથી મહત્વપૂર્ણ 48 કલાક પર અધારિત હશે. જો ઈટાલવી કલાકાર માટે સૌથી અશાંત રહ્યો હતો. આ 48 કલાકમાં તેમને યુદ્ધગ્રસ્ત પેરીસના માર્ગો પર સંઘર્ષ કરતા અને તેમની ધરપકડને દર્શાવશે. Johnny Depp એ તે વખતે આ ફિલ્મ નિર્માણની વાત કરી છે.
  • જ્યારે ગત વર્ષે તેમણે પોતાની પૂર્વ પત્નિ વિરૂદ્ધ માનહાનિનો કેસ જીત્યો છે. આ ફિલ્મની કહાની, ઈટાલીના તે ચિત્રકાર પર આધારિત હશે. જે પોતાની સાચી ઓળખની શોધ માટે પેરીસના માર્ગો પર સંઘર્ષ કરે છે અને તે દરમિયાન પોલીસ સામે ઝઝુમે છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે બુડાપેસ્ટમાં શરૂ થશે. હાલમાં, ફિલ્મના અન્ય કલાકારોની કાસ્ટિંગ ચાલી રહી છે અને ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. આ પહેલા લગભગ 25 વર્ષ પહેલા 1997માં જોની ડેપે 'ધ બ્રેવ' નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી, જેને સરેરાશ સફળતા મળી હતી. અહેવાલો અનુસાર, મોદી ફિલ્મની થીમ ખૂબ જ મનોરંજક છે, જેમાં એક કલાકારનો આંતરિક સંઘર્ષ બતાવવામાં આવશે.

આ પણ વાંચો : આ ટીવી અભિનેત્રીના ઘરે ગુંજી કિલકારી, દિકરાને આપ્યો જન્મ

Advertisement

Tags :
Advertisement

.