Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jharkhand road accident : નવા વર્ષના પહેલા દિવસે ભયાનક માર્ગ અકસ્માતમાં, ઘટના સ્થળે 6ના મોત

Jharkhand road accident: નવા વર્ષની પ્રારંભમાં ઝારખંડ (Jharkhand)ના જમશેદપુર (jamshedpur) માં એક માર્ગ અકસ્માત (road accident) માં 6 લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે જમશેદપુર ટાટા મેઈન હોસ્પિટલમાં...
jharkhand road accident   નવા વર્ષના પહેલા દિવસે ભયાનક માર્ગ અકસ્માતમાં  ઘટના સ્થળે 6ના મોત

Jharkhand road accident: નવા વર્ષની પ્રારંભમાં ઝારખંડ (Jharkhand)ના જમશેદપુર (jamshedpur) માં એક માર્ગ અકસ્માત (road accident) માં 6 લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે જમશેદપુર ટાટા મેઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મૃતકો સરાઈકેલા-ખરસાવા જિલ્લાના આદિત્યપુરના આરઆઈટી પોલીસ સ્ટેશન હેઠળના બાબા આશ્રમના રહેવાસી હતા.

Advertisement

Advertisement

કારમાં સવાર 8 યુવકો પિકનિક માટે નીકળ્યા હતા

ઘટના અંગે જણાવાયું છે કે, સવારે 4.30 વાગ્યાની આસપાસ તમામ યુવાનો પિકનિક માટે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ તેમની કાર બિસ્તુપુરના સર્કિટ હાઉસના રાઉન્ડ અબાઉટ પાસે કાબૂ  (Jharkhand road accident) બહાર નીકળી ગઈ હતી અને પલટી ગઈ હતી.

Advertisement

પોલીસે કારમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા

આ ઘટનાની માહિતી મળતાં જ બિસ્તુપુર પોલીસ ઘટનાસ્થળે ગઈ હતી અને કારમાં ફસાયેલા 2 લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં તેમાં મુસાફરી કરી રહેલા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. Jharkhand road accident ત્રણ ઘાયલ યુવકોને એમજીએમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અન્ય એક યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતાં જ આદિત્યપુરમાં RITના બાબા આશ્રમમાં ઉજવણીનો માહોલ અચાનક જ શોકમાં ફેરવાઈ ગયો હતો.

કારના ટુકડા થઈ ગયા

 આ ઘટનામાં કારના ટુકડા થઈ ગયા હતા. આ ઘટનામાં પાંચ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા (Jharkhand road accident) જ્યારે એક યુવકનું એમજીએમ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોમાં છોટુ યાદવ, હેમંત કુમાર, સૂરજ કુમાર, મોનુ મહતો, શુભમ કુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય એક મૃતકની ઓળખ હજુ થઈ નથી. હર્ષ કુમાર ઝા અને રવિ ઝા નામના બે યુવકોને ગંભીર હાલતમાં ટાટા મેઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ આદિત્યપુરના બાબાકુટી આશ્રમમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. કારમાં સવાર તમામ યુવકો બાબાકુટી આશ્રમ વિસ્તારના છે. આ ઘટના સોમવારે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. પરિવારના સભ્યો ખરાબ હાલતમાં છે અને રડી રહ્યા છે.

આ પણ વાંચો-નેશનલ કાઉન્સિલની બેઠકમાં કેજરીવાલે કહ્યું -‘…તો આપણે જેલમાં તો જવું જ પડશે!’

Tags :
Advertisement

.