Jhalawar Accident: ખુશીઓને કાળ ભરખી ગયો, એક સાથે નીકળી 7 મિત્રોની અંતિમયાત્રા
Jhalawar Accident News: રાજસ્થાનના ઝાલાવાડમાં અડધી રાત્રે એક મોટી દુર્ઘટના બની છે. મધ્ય પ્રદેશની સરહદે આવેલા રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના અકલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાનૈયા ભરેલી એક કાર ટ્રક સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળ પર જ મોતા થયાના સમાચાર સામે આવ્યાં છે. અકસ્માતના સમાચાર મળતાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ વરરાજા લગ્ન બાદ ઘરે પરત ફરી રહ્યા હતા. પરંતુ રસ્તામાં થયેલા આ અકસ્માતે લગ્નની ખુશી છીનવી લીધી.
જાનૈયા ભરેલી કાર એક ટ્રક સાથે અથડાઈ
પોલીસે આપેલી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો, આ ઘટના શનિવારે રાત્રે બની હતી. નોંધનીય છે કે, અકલેરાથી જાન મધ્ય પ્રદેશના ખિલચીપુર વિસ્તારનો કોઈ ગામમાં જઈ રહીં હતી. શનિવારે રાત્રે લગ્ન બાદ જાન પાછી આવી રહીં હતીં. પરંતુ વચ્ચે અકલેરા અને ઘાટોલી વિસ્તારમાં પચૌલા વળાંક પર જાનૈયા ભરેલી કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર તમામ લગ્નના મહેમાનોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ તમામ લોકો બાગરી સમુદાયના હતા.
અકસ્માતમાં માર્યા ગયેલા સાત અકલેરાના હતા
અકસ્માતની જાણ થતાની સાથે જ અકલેરા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનોને અકલેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતમાં માર્યા ગયેલા સાત અકલેરાના હતા અને સાતેય લોકો એકબીજા ખાસ મિત્રો હતો. જ્યારે એક હરણાવાડાનો અને એક બારાત સારોલાનો હતો. જો કે પોલીસ અકસ્માતના કારણની તપાસમાં વ્યસ્ત છે.
લગ્નના ઘરે માતમનો માહોસ સર્જાયો
ઉલ્લેખનીય છે કે, અકસ્માતનું મૂળ કારણ હજી સામે આવ્યુ નથી, પોલીસે તેની તપાસ કરી રહીં છે. અકસ્માતના સમાચાર બાદ વરરાજા અને વરરાજા બંનેના ઘરમાં અફરા-તફરી મચી ગઈ હતી. લગ્નમાં હાજર તમામ લોકો પોતપોતાનું કામ છોડી ઘટના સ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતને કારણે લગ્નના બંને ઘરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. કોઈના મોઢામાંથી શબ્દો નીકળતા ન હતા. ગ્રામજનો અને અન્ય પરિચિતો પીડિત પરિવારની સંભાળ રાખવામાં વ્યસ્ત છે.