Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માં સીતાનું જનકપુરધામ બન્યું રામમય, ઠેર ઠેર સર્જાયો દિવાળી જેવો માહોલ

આવતીકાલે આખું વિશ્વ એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા માટે તૈયાર છે. ભગવાન રામ પોતાની નગરી અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. આખું ભારત હાલ ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.આ...
માં સીતાનું જનકપુરધામ બન્યું રામમય  ઠેર ઠેર સર્જાયો દિવાળી જેવો માહોલ

આવતીકાલે આખું વિશ્વ એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા માટે તૈયાર છે. ભગવાન રામ પોતાની નગરી અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. આખું ભારત હાલ ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.આ ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સેંકડો અધિકારીઓ હાજરી આપે તેવી શક્યતા છે. ટ્રસ્ટે ઉજવણી માટે તમામ સંપ્રદાયોના 4,000 સંતોને પણ આમંત્રિત કર્યા છે.

Advertisement

જગમગી ઉઠયું માં સીતાનું જનકપુરધામ

તે જ સમયે માતા સીતાના જન્મસ્થળ એવા નેપાળના જનકપુરધામમાં ધામધૂમથી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જનકપુર ધામમાં જાણે દિવાળી આવી હોય તેવી રીતે ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.  શહેરમાં ચોવીસ કલાક ભગવાન રામ અને સીતાના સ્તોત્રો ગુંજી રહ્યા છે. જાનકી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. દરેક જનકપુરધામવાસીના ચહેરા પર એક અલગ જ ઉત્સાહ જોઈ શકાય છે.

Advertisement

જનકપુરધામના લોકો 24 કલાક રામનામમાં લીન 

જનકપુરધામ

જનકપુરધામ

દેવી સીતાની નગરીમાં ઉત્સવોની વચ્ચે, શહેરભરમાં લાઉડ સ્પીકર્સ 'જય શ્રી રામ' ના નારાઓ તેમજ 'રામ લલ્લા'ને સમર્પિત ગીતોની જાહેર સ્ક્રીનિંગ સાથે ગુંજી રહ્યા છે. જનકપુરના રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલા મહાબીર મંદિરમાં શનિવારે 'અસ્તાજામ' શરૂ થયો હતો, જેમાં ચોવીસ કલાક રામ ભજનો ગાવામાં આવ્યા હતા. ભક્તોએ તેમના પર રામના નારા લખેલા સ્કાર્ફ પહેર્યા હતા.

Advertisement

તમને જણાવી દઈએ કે, જનકપુરધામ એક પ્રસિદ્ધ યાત્રાધામ છે. તે ભગવાન રામની પત્ની દેવી સીતાના જન્મસ્થળ તરીકે પ્રખ્યાત છે. ધાર્મિક ગ્રંથો અને પૌરાણિક કથાઓ અનુસાર, આ સ્થાન રાજા જનકના રાજ્ય મિથિલાની રાજધાની હતું, જે માતા સીતાના પિતા હતા. આ એ જ જગ્યા છે જ્યાંથી માતા સીતા પ્રગટ થયા હતા. આ જ જગ્યાએ, જ્યારે રાજા જનક ખેતરમાં ખેડાણ કરી રહ્યા હતા, ત્યારે તેમને એક સુંદર સોનાની પેટી અથવા કલશ મળ્યો જેમાં દેવી સીતા હાજર હતી.

આ પણ વાંચો -- Ram Lalla: રામ લલ્લાની જૂની મૂર્તિના દર્શન પર લાગી રોક, પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર 48 કલાક બાકી

Tags :
Advertisement

.