Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈઝરાયેલ એમ્બેસીએ કચ્છ કુકમા ખાતે સેન્ટર ઓફ એકસેલેંસ ફોર ડેટપામની મુલાકાત લીધી

સોમવારે ઈઝરાયેલ એમ્બેસીએ કચ્છ કુકમા ખાતે સેન્ટર ઓફ એકસેલેંસ ફોર ડેટપામની મુલાકાત લીધી હતી. ચાલુ વર્ષે ભારત અને ઇઝરાયેલ વચ્ચેની મિત્રતાના ત્રીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેની ઉજવણીના ભાગ રૂપે બન્ને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાના પ્રતિક સ્વરૂપે એક ખાસ લોગો જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકાર અને ઇઝરાયેલ સરકાર વચ્ચે કૃષિ સંબંધિત થયેલા સમજુતી કરાર અનુસાર ભારત દેશમાં ઇંડો – ઇઝરાયેàª
ઈઝરાયેલ એમ્બેસીએ કચ્છ કુકમા ખાતે સેન્ટર ઓફ એકસેલેંસ ફોર ડેટપામની મુલાકાત લીધી
સોમવારે ઈઝરાયેલ એમ્બેસીએ કચ્છ કુકમા ખાતે સેન્ટર ઓફ એકસેલેંસ ફોર ડેટપામની મુલાકાત લીધી હતી. ચાલુ વર્ષે ભારત અને ઇઝરાયેલ વચ્ચેની મિત્રતાના ત્રીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેની ઉજવણીના ભાગ રૂપે બન્ને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાના પ્રતિક સ્વરૂપે એક ખાસ લોગો જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકાર અને ઇઝરાયેલ સરકાર વચ્ચે કૃષિ સંબંધિત થયેલા સમજુતી કરાર અનુસાર ભારત દેશમાં ઇંડો – ઇઝરાયેલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અમલમાં છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં બાગાયત ખાતા દ્વારા કુલ – ૩ સેંટર ઓફ એક્સેલેંસ કાર્યરત છે.
કચ્છ જિલ્લાના કુકમા ખાતે કાર્યરત સેંટર ઓફ એક્સેલેંસ ફોર ડેટપામની આજે યાઇર એશેલ, એગ્રીકલ્ચર એટેચી, ઇઝરાઇલ એંબેસી, ન્યુ દીલ્હી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. કેતન પટેલ, પ્રોજેક્ટ ઓફિસર, સેંટર ઓફ એક્સેલેંસ ફોર ડેટપામ દ્વારા સેંટર દ્વારા થયેલ વિવિધ કામગીરીનું પ્રેઝંટેશન રજુ કરવામાં આવ્યું હતું. સેંટર ખાતે ડેમોંસ્ટ્રેશન પ્લોટમાં સોઇલલેસ પધ્ધતિથી કુલ – ૪૫૦ ખારેકના ઓફશુટ (પીલા) તૈયાર થઈ રહ્યા છે. જેમાંથી એક ઓફશુટનું વાવેતર યાઇર એશેલ અને ડૉ. ફાલ્ગુન મોઢના વરદ હસ્તે સેંટર ખાતેના ડેમોંસ્ટ્રેશન પ્લોટમાં કરવામાં આવ્યુ હતું. 
યાઇર એશેલ દ્વારા ખારેકની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો હરેશભાઇ ઠક્કર, આશાપુરા એગ્રીકલ્ચર ફાર્મ, રેલડી અને પ્રવિણભાઇ દબાસિયા, બલરામ ફાર્મ, રેલડીના ખારેકના પ્લોટની મુલાકાત લેવામાં આવી હતી. 
Advertisement
Tags :
Advertisement

.