Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આયર્લેન્ડના ખેલાડીએ બાઉન્ડ્રી પર મારી જબરદસ્ત છલાંગ, જોઇને ચોંકી જશો

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) સુપર 12 તબક્કાના ગ્રુપ 1મા આજે ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ આયર્લેન્ડને જીતવા માટે 180 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટંગ કરતા ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન એરોન ફિન્સના 63 રનની ઇનિંગને કારણે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે આ મેચ ઘણી મહત્વની બની રહી છે. જોકે, આ મેચમાં આયર્લેન્ડના એક ખેલાડીએ
આયર્લેન્ડના ખેલાડીએ બાઉન્ડ્રી પર મારી જબરદસ્ત છલાંગ  જોઇને ચોંકી જશો
Advertisement
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) સુપર 12 તબક્કાના ગ્રુપ 1મા આજે ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ આયર્લેન્ડને જીતવા માટે 180 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટંગ કરતા ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન એરોન ફિન્સના 63 રનની ઇનિંગને કારણે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે આ મેચ ઘણી મહત્વની બની રહી છે. જોકે, આ મેચમાં આયર્લેન્ડના એક ખેલાડીએ બાઉન્ડ્રી પર એવી ફિલ્ડિંગ ભરી જે જોઇને એક સમય માટે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા. 
ઓસ્ટ્રેલિયાએ આપ્યો 180 રનનો ટાર્ગેટ
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં આજે ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ (AUS vs IRE) વચ્ચે બ્રિસ્બેનના ગાબા ગ્રાઉન્ડ પર મેચ રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. જેનો અર્થ છે કે, આયર્લેન્ડને મેચ જીતવા માટે 180 રન બનાવવા પડશે. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એરોન ફિન્ચે 63 અને માર્કસ સ્ટોઇનિસે 35 રન બનાવ્યા હતા. આ મેચમાં આયર્લેન્ડ માટે બેરી મેકકાર્થીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ લીધી હતી. માત્ર બોલિંગ જ નહીં, ફિલ્ડિંગમાં પણ તેણે કમાલ દેખાડી. 
હવામાં કૂદકો મારીને સિક્સર રોકી, 6 રન બચાવ્યા
મહત્વનું છે કે, 14મી ઓવરના બીજા બોલે સ્ટોઇનિસે લોંગ-ઓન પર સિક્સર ફટકારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મેકકાર્થી વચ્ચે આવ્યો અને તેણે 6 રન બચાવ્યા. મેકકાર્થી ડાબી તરફ દોડતા હવામાં કૂદકો માર્યો, બોલ પકડ્યો અને તેને મેદાનની અંદર ધકેલી દીધો જ્યારે તે બાઉન્ડ્રીની બહાર પડ્યો હતો. જોકે, આ દરમિયાન તેણે સિક્સર બચાવી લીધી હતી. આ શોટ પર સ્ટોઇનિસે 2 રન લીધા હતા.
બંને ટીમો 3-3 મેચ રમી છે
ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ (AUS vs IRE) વચ્ચે T20 વર્લ્ડ કપ 2022મા અત્યાર સુધી 3-3 મેચ રમાઈ છે. જેમાંથી 1-1 વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ એક મેચ જીતી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડ સામે તેનો પરાજય થયો હતો. બીજી તરફ આયર્લેન્ડે ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. જોકે, આયર્લેન્ડ શ્રીલંકા સામે હારી ગયું હતું.
આ રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર છે
ઈતિહાસના પાના ફેરવીએ તો 2012ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ (AUS vs IRE) વચ્ચે અત્યાર સુધી માત્ર એક જ T20 મેચ રમાઈ હતી. જેમા ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. તો આજે કઈ ટીમ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે. 
Tags :
Advertisement

.

×