Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Iran-Israel Conflict : મિસાઈલ હુમલા વચ્ચે કપલના લગ્નનો ફોટો વાયરલ

ઈરાને ઈઝરાયેલ પર લગભગ 200 મિસાઈલોથી કર્યો હુમલો ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના તણાવ વચ્ચે કપલનો લગ્નનો ફોટો વાયરલ બંકરમાં પણ લગ્નનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ Iran-Israel Conflict : મંગળવારે રાત્રીના સમયે ઈરાને ઈઝરાયેલ પર એક પછી એક 200 જેટલી મિસાઈલોથી અટેક...
iran israel conflict   મિસાઈલ હુમલા વચ્ચે કપલના લગ્નનો ફોટો વાયરલ
Advertisement
  • ઈરાને ઈઝરાયેલ પર લગભગ 200 મિસાઈલોથી કર્યો હુમલો
  • ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના તણાવ વચ્ચે કપલનો લગ્નનો ફોટો વાયરલ
  • બંકરમાં પણ લગ્નનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

Iran-Israel Conflict : મંગળવારે રાત્રીના સમયે ઈરાને ઈઝરાયેલ પર એક પછી એક 200 જેટલી મિસાઈલોથી અટેક કર્યો હતો. જેના કારણે મિડલ ઈસ્ટમાં તણાવ હવે વધી ગયો છે. વળી એવી પણ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે કે, આવનારા સમયમાં આ તણાવ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. ઈરાન (Iran) નું કહેવું છે કે મંગળવારે રાત્રે તેના દ્વારા છોડવામાં આવેલી લગભગ 200 મિસાઈલોમાંથી મોટાભાગની મિસાઈલો ઈઝરાયેલમાં પડી અને તેને ભારે નુકસાન થયું. જ્યારે ઈઝરાયેલનું કહેવું છે કે વધારે નુકસાન થયું નથી. માત્ર થોડી ઇમારતોને નુકસાન થયું હતું અને 2 લોકો ઘાયલ થયા હતા. હુમલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પણ આ વચ્ચે એક વીડિયો એવો પણ વાયરલ થયો છે જેમા એક કપલ આવા તંગ વાતાવરણમાં પણ લગ્ન કરી રહ્યું છે.

આ પણ વાંચો:  ઈઝરાયેલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 200 થી વધુ મિસાઈલો છોડી, ટેન્શનમાં Netanyahu

Advertisement

મિસાઇલ હુમલા વચ્ચે કપલના લગ્નના ફોટા વાયરલ

અત્યાર સુધી હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ, હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું જેમા હવે ઈરાને એન્ટ્રી કરી દીધી છે. ગત રાત્રીએ ઈઝરાયેલ પર મિસાઇલ હુમલો કરી ઈરાને પણ સંકેત આપી દીધા છે કે તે હિઝબુલ્લાહની પડખે છે અને તેની સપોર્ટમાં ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ કરશે. બંને દેશોના હુમલાના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઈરાન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ઈઝરાયેલમાં મિસાઈલ પડતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ ઈઝરાયેલે મિસાઈલોને નષ્ટ કરવાનો વીડિયો શેર કર્યો છે. આ દરમિયાન ઈઝરાયેલની કેટલીક આશ્ચર્યજનક તસવીરો પણ વાયરલ થઈ રહી છે. વાયરલ ફોટોમાં જોઈ શકાય છે કે ઈઝરાયેલની મિસાઈલ આકાશમાં દેખાઈ રહી છે અને નીચે ઈઝરાયેલી કપલ લગ્ન કરી રહ્યું છે. આ ફોટો ક્યારે લેવામાં આવ્યો તેની પુષ્ટિ કરવી મુશ્કેલ છે. જોકે, તેને શેર કરનાર યુઝરે દાવો કર્યો છે કે આ મંગળવારની રાતનો ફોટો છે જ્યારે ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો.

Advertisement

બંકરમાં લગ્ન

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે એક કપલ બંકરમાં લગ્ન કરતું હોવાના સમાચાર સામે આવ્યા છે. X પર આવો જ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપલ બંકરમાં લગ્ન કરતા જોવા મળે છે. ફોટો શેર કરતા યુઝરે લખ્યું કે, 'સેંકડો ઈરાની મિસાઈલો પણ આ યહૂદી કપલને લગ્ન કરતા રોકી શકી નથી. તેમના લગ્ન ઈરાની મિસાઈલ હુમલા દરમિયાન સુરક્ષિત રૂમમાં યોજાયા હતા. પ્રેમની જીત થઇ. હુમલાની વચ્ચે પણ અમે ડાન્સ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો:  હવે ઈઝરાયેલ રહેશે અથવા તો ઈરાન : ઇઝરાયેલ રક્ષામંત્રી

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

મણિપુરમાં શાંતિ માટે CM બીરેન સિંહની પહેલ, નાગા સમુદાયના ધાર્મિક નેતાઓને કરી અપીલ

featured-img
Top News

Tiku Talsania Health Update: ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક નહિ પણ બ્રેઈન સ્ટ્રોક આવ્યો, જાણો કોણે કર્યો ખુલાસો

featured-img
રાષ્ટ્રીય

મને મારી પત્નીને જોયા કરવાનું ખુબ જ પસંદ છે, કામ કલાકના આધારે નહીં આઉટપુટના આધારે ચાલે છે

featured-img
જામનગર

Jamnagar: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ જામનગરની મુલાકાતે, એરપોર્ટ પર કરાયું ઉષ્માભેર સ્વાગત

featured-img
રાષ્ટ્રીય

UPA સરકાર સમયે રૂપિયો નબળો પડે તો આબરૂ જતી હતી, હવે મોદી સરકાર ગર્વ લે છે! પ્રિયંકા ગાંધી

featured-img
એક્સક્લુઝીવ

ગાયનું નકલી ઘી બજારમાં ઠાલવી મહિને કરોડો કમાતા ગુનેગારોને SMC એ પકડ્યા

×

Live Tv

Trending News

.

×