Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL Title Sponsor : જાણો કયા ગ્રુપને મળ્યા IPL 2028 સુધીના ટાઇટલ રાઈટ્સ

IPL Title Sponsor : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સાથે જોડાયેલું એક મોટું અપડેટ સામે આવ્યું છે. IPL ની 17મી આવૃત્તિ માટે BCCI દ્વારા તાજેતરમાં ટાઈટલ સ્પોન્સર્સ માટેની અરજીઓ જારી કરવામાં આવી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે ટાટા ગ્રુપ...
ipl title sponsor   જાણો કયા ગ્રુપને મળ્યા ipl 2028 સુધીના ટાઇટલ રાઈટ્સ

IPL Title Sponsor : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સાથે જોડાયેલું એક મોટું અપડેટ સામે આવ્યું છે. IPL ની 17મી આવૃત્તિ માટે BCCI દ્વારા તાજેતરમાં ટાઈટલ સ્પોન્સર્સ માટેની અરજીઓ જારી કરવામાં આવી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે ટાટા ગ્રુપ (Tata Group) ને જેકપોટ લાગ્યો છે. જણાવી દઇએ કે, ટાટા ગ્રૂપે પાંચ વર્ષ સુધી IPL ટાઇટલ સ્પોન્સર (IPL Title Sponsor) અધિકારો જાળવી રાખવાના મામલે આદિત્ય બિરલા જૂથને પાછળ છોડી દીધું છે. એક રિપોર્ટ અનુસાર, ટાટાએ 2028 સુધી આ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ માટે ટાટા (Tata) એ રૂ. 500 કરોડમાં પર સીઝન મુજબનો સોદો કર્યો છે. જો કે, આ અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી IPL અથવા BCCI તરફથી આવી નથી.

Advertisement

Tata Group ને મળ્યા IPL 2028 સુધીના ટાઈટલ રાઈટ્સ

ટાઈટલ સ્પોન્સર્સ માટે ટાટા ગ્રુપ (Tata Group) અને આદિત્ય બિરલા ગ્રુપ (Aditya Birla Group) વચ્ચે સ્પર્ધા હતી. આદિત્ય બિરલા ગ્રુપ એક માત્ર બિડર હતું, પરંતુ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) અને ટાટા સન્સ વચ્ચેના સોદા મુજબ, ટાટા સન્સ પાસે આ અધિકારોને મેળવવા માચે આ હરાજીને બરોબરી કરવાનો એક ખાસ અધિકારી હતો. જેના ઉપયોગ કરી ટાટાએ આ અધિકારીને મેળવ્યા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ટાટાએ પાંચ વર્ષ માટે બોર્ડને 2500 કરોડ રૂપિયાની ડીલ આપી હતી. આ પછી બોર્ડે ટાટા ગ્રુપને ટાઈટલ સ્પોન્સરશિપ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે સત્તાવાર જાહેરાત અને મહોરની રાહ જોવાઈ રહી છે.

Advertisement

Tata એ Vivo પાસેથી ટાઈટલ રાઈટ્સ જીત્યા હતા

નોંધનીય છે કે ટાટાએ 2022માં Vivo પાસેથી આ અધિકારો જીત્યા હતા. દરમિયાન, ડ્રીમ 11 (Dream11) ને એક સિઝન માટે IPL ના ટાઈટલ સ્પોન્સરનો અધિકાર પણ મળ્યો હતો. અગાઉ તેને 2008માં પેપ્સી આઈપીએલ (Pepsi IPL) પણ કહેવામાં આવતું હતું. પરંતુ હવે આગામી પાંચ વર્ષ સુધી લોકો તેને ટાટા આઈપીએલ (Tata IPL) કહેતા જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બરે, BCCI એ IPL સિઝન 2024-2028 માટે ટાઇટલ સ્પોન્સરશિપ અધિકારો માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. પાંચ વર્ષ માટે બેઝ પ્રાઈસ 1750 કરોડ રૂપિયા અથવા દર વર્ષે 74 મેચ માટે 350 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. આ પહેલા ટાટાએ વિવો પાસેથી સબ-લાઈસન્સ લીધા બાદ 2022 માં અધિકારો મેળવ્યા હતા. વિવોએ 2018 માં 5 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં તેણે 2199 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. ગત વર્ષ માટે આ રકમ રૂ. 512 કરોડ હતી.

Advertisement

આ પણ વાંચો - Rohit Sharma : યાર પહેલા જ બે વખત ઝીરો થયા છે… રોહિતની અમ્પાયર સાથેની વાતચીત વાયરલ

આ પણ વાંચો - Khelo India : તમિલનાડુના પ્રવાસે PM મોદી, કહ્યું- ‘તમિલનાડુના યજમાન તમને ઘર જેવો અનુભવ કરાવશે’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.