Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2024 Final : ટીમની જીત બાદ Andre Russell થયો ભાવુક, રોકી ન શક્યો આંસુ

IPL 2024 Final : કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 8 વિકેટે હરાવીને IPL 2024નો ખિતાબ જીતી લીધે છે. મેચમાં KKRની દરેક ચાલ સફળ રહી હતી. KKR માટે બોલરો અને બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલ...
ipl 2024 final   ટીમની જીત બાદ andre russell થયો ભાવુક  રોકી ન શક્યો આંસુ
Advertisement

IPL 2024 Final : કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 8 વિકેટે હરાવીને IPL 2024નો ખિતાબ જીતી લીધે છે. મેચમાં KKRની દરેક ચાલ સફળ રહી હતી. KKR માટે બોલરો અને બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલ મેચ (Final Match) માં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે (Pat Cummins) ટોસ જીતીને પ્રથમ બેટિંગ (First Batting) કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હૈદરાબાદના બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા અને મોટો સ્કોર નોંધાવી શક્યા ન હતા. હૈદરાબાદે KKRને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે KKRએ સરળતાથી હાંસલ કર્યો હતો. આ જીત બાદ KKRના ઓલરાઉન્ડર ખેલાડી આંદ્રે રસેલ (Andre Russell) ખૂબ જ ભાવુક (Very Emotional) થઇ ગયો હતો. તે પોતાના આંસુ રોકી શક્યો નહતો.

ભાવુક થયો Andre Russell

રવિવારે રમાયેલી IPL 2024 ની ફાઈનલ મેચમાં KKR એ જે પ્રદર્શન કર્યું તેનાથી ટીમના તમામ ખેલાડીઓ ઘણા ખુશ છે. આ મેચમાં તમામ ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. KKR એ 57 બોલ બાકી રહેતા 8 વિકેટે મેચ જીતી લીધી હતી. આ મેચમાં KKRના બોલર આન્દ્રે રસેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 2.3 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે એડન માર્કરામને 20, અબ્દુલ સમદને 4 અને પેટ કમિન્સને 24 રનમાં આઉટ કરી પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આન્દ્રે રસેલની શાનદાર બોલિંગ સામે સનરાઇઝર્સની ટીમ 18.3 ઓવરમાં માત્ર 113 રન જ બનાવી શકી હતી. જે KKRએ માત્ર 10.3 ઓવરમાં હાંસિલ કરી લીધું હતું.

Advertisement

Advertisement

આન્દ્રે રસેલ આ જીત બાદ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તે પોતાના આંસુ રોકી શક્યો નહતો. જણાવી દઇએ કે, જ્યારે રસેલને પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તે રડવા લાગ્યો. તેણે કહ્યું- મારી પાસે આ જીતની લાગણી વ્યક્ત કરવા માટે શબ્દો નથી. તેનો અર્થ મારા માટે કંઈક ખાસ છે. અમે બધા ખૂબ જ શિસ્તબદ્ધ હતા અને એક જ ધ્યેય તરફ કામ કરતા હતા. આ ફ્રેન્ચાઇઝીએ મારા માટે ઘણું કર્યું છે. આ અમારા બધા તરફથી તેમના માટે એક મોટી ભેટ છે.

શાનદાર બેટિંગ અને બોલિંગ પ્રદર્શન

કેરેબિયન ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ તેની શાનદાર બેટિંગ અને બોલિંગથી સૌ કોઇને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પછી તે રનનો પીછો કરવાનો હોય કે બોર્ડ પર મોટો સ્કોર મૂકવાનો હોય… રસેલ હંમેશા KKR માટે ટ્રમ્પ કાર્ડ રહ્યો છે. IPL મેગા ઓક્શનમાં ટીમ મેનેજમેન્ટે તેને જાળવી રાખ્યો હતો. આ સિઝનમાં રસેલે બોલ અને બેટ બંનેથી સારું પ્રદર્શન કર્યું હતું. રસેલે 14 મેચમાં 31.71ની એવરેજ અને 185ની સ્ટ્રાઈક રેટથી 222 રન બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં તેણે 15 મેચમાં 19 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો - IPL Final 2024 : ફાઇનલમાં કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટ હરાવી, ટ્રોફી નામે કરી

આ પણ વાંચો - IPL 2024 Final : ત્રીજી વખત KKR બન્યું ચેમ્પિયન, ફાઇનલમાં જીત સાથે બનાવ્યા આ Record

Tags :
Advertisement

.

×