Khokhra Police: ક્રિકેટ સટ્ટા બેટિંગના આંતર રાજ્ય નેટવર્કનો પર્દાફાશ, 3 આરોપીઓની ધરપકડ
Khokhra Police: ક્રિકેટ સટ્ટાના બેટિંગમાં થતી કાળી કમાણીના રૂપિયાની હેરફેર માટે બેંક એકાઉન્ટ ભાડે લાવી આપનાર એક ટોળકીના 3 સભ્યોની ખોખરા પોલીસ (Khokhra Police)એ ધરપકડ કરીને ક્રિકેટ સટ્ટા બેટિંગના આંતર રાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ત્યારે કેવી રીતે આ ગેંગ કામગીરી કરતી હતી અને કેટલા લોકોનું નેટવર્ક છે.
4 આરોપીઓની ધરપકડ અંગે ચક્રો ગતીમાન કર્યા
જો તમારી સાથે વાત કરવા આવે અને બેન્ક એકાઉન્ટ અંગે ચર્ચા કરે તો ચેતી જજો કેમકે આ ગેંગ તમારા બેન્ક એકાઉન્ટમાં ક્રિકેટ સટ્ટાના બેટિંગ અંગે નાણાંના વ્યવહારો કરશે. ત્યારે ખોખરા પોલીસ (Khokhra Police) એ બાતમીના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી અને પૂછપરછ કરતા આંતર રાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ નેટવર્કમાં સામેલ અમદાવાદ અને રાજકોટના અન્ય 3 તથા દિલ્હીની એક મહિલા મળીને અન્ય 4 આરોપીઓની ધરપકડ અંગે ચક્રો ગતીમાન કર્યા છે.
તપાસ કરતા 1.79 કરોડની હેરફેરની માહિતીઓ મળી
ખોખરા પોલીસે બાતમીના આધારે ગુરુવારે સવારે અનુપમ સિનેમા ત્રણ રસ્તાઓ નજીકથી સાહિલ મન્સૂરી, મસ્તાન ઉર્ફે જાવેદ શેખ અને અશરફ પઠાણ નામના આરોપીઓની ધરપકડ કરી હતી. સટ્ટા બેટિંગ સાથે સંકળાયેલા આ તમામ આરોપીઓ બેટિંગની કમાણીને લઈને બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે એકાઉન્ટ ભાડે મેળવીને આપતા. જે એકાઉન્ટ્સ ભાડે આપતા હતા તેમાંથી જે રૂપિયા જમાં થતાં હતાં. તેના 1% કમિશન મળતું હતું. જે કમિશન મળતું તેમાંથી જે વ્યક્તિઓના એકાઉન્ટ ભાડે લીધા છે. તેમને રૂપિયા ચૂકવતા હતા.
રાજ્યભરમાં સાયબર ક્રાઇમની 14 ફરિયાદ નોંધાઇ
વિગતે વાત કરવામાં આવે તો , ધરપકડ કરાયેલા આરોપી સાહિલ મન્સૂરીના મોબાઇલ ફોનના ડેટા એનાલિસિસ કરતા તેમાંથી 10 જેટલા જુદા જુદા બેંક એકાઉન્ટ ભાડે લીધા હોવાની માહિતી મળી અને તપાસ કરતા 1.79 કરોડ જેટલી હેરફેર અંગેની માહિતીઓ મળી હતી. ખોખરા પોલીસ (Khokhra Police)એ વધુ તપાસ કરતા જે એકાઉન્ટ્સ ભાડે લીધા હતા. તે એકાઉન્ટ્સમાં રાજ્યભરમાં સાયબર ક્રાઇમની 14 ફરિયાદ નોંધાઇ ચૂકી છે. બીજી તરફ આ ત્રણ આરોપીઓની રિમાન્ડ લઈને અમદાવાદના કાસિમ ખાન પઠાણ, રખિયાલના મોન્ટુ ઉર્ફે મિતેષ શ્રીમાળી સાથે રાજકોટની વાહિદા અને દિલ્હીની અનાયા નામની મહિલાની શોધખોળ હાથ ધરી છે.