Russia: રશિયામાં ફસાયેલા ભારતીયોની ભારત સરકારને ગુહાર! મદદ માટે કર્યો મેસેજ
Russia: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બન્ને દેશોના હજારો સૈનિકોએ પોતાની જીવ ગુમાવ્યો છે. તેમ છતાં પણ આ યુદ્ધનો કોઈ વિરામ આવે તેવા એંધાણ નથી. ઉલ્લેખનીય છે કે, અત્યારે બન્ને દેશોને પોતાના સૈન્યબળની કમી ખળી રહીં છે. રશિયામાં હવે ભારતીય લોકોને સૈન્યમાં જોડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રશિયામાં રહેતા 20 ભારતીય નાગરીકોએ ભારતીય અધિકારીઓનો સંપર્ક કર્યો છે અને તેને જલ્દી પોતાના દેશમાં લઈ જવા માટે આજીજી કરી રહ્યા છે.
યુક્રેન સાથે યુદ્ધ કરવા ભારતીય નાગરિકોને સૈનામાં ભરતી કર્યા
મળતી વિગતો પ્રમાણે રશિયન સેના કામની શોધમાં ભારતથી રશિયા ગયેલા મદદગારો સાથે બળજબરીથી યુદ્ધ લડી રહી છે. તે જ સમયે, આ મામલે વિદેશ મંત્રાલયનું નિવેદન પણ સામે આવ્યું છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત પોતાના નાગરિકોને પરત લાવવા માટે રશિયન અધિકારીઓના સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય નાગરિકોને અત્યારે રશિયા યુક્રેન સાથે યુદ્ધ કરવા માટે સેનામાં ભરતી કરાવી રહ્યું છે.
ભારતીયોને પાછા લાવવા સરકાર કરી રહી છે કામ
ભારતીય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે વાત કરવામાં આવે તો રશિયામાં રહેતા ભારતીય નાગરિકોએ એસઓએસ (SOS) સંદેશ દ્વારા દેશમાં પાછા આવવા માટે મદદ માંગી છે. સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત રશિયન સેનામાંથી પોતાના નાગરિકોને પરત લાવવા માટે સંપૂર્ણ રીતે તૈયારી કરી રહ્યું છે.
વધારે પૈસાની લાલચે કરાવી રહ્યા છે સેનામાં ભરતી
ઉલ્લેખનીય છે કે, 23 ફેબ્રુઆરી ભારત સરકારે માન્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કેટલાક ભારતીયો ત્યાં ફસાયેલા છે, અને ભારત સરકાર તેમનો પાછા લાવવાની સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે. સમાચાર એઝન્સી દ્વારા મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો, રશિયામાં અત્યારે યુક્રેન સાથે યુદ્ધ કરવા માટે ભારતીય નાગરિકોને વધારે પૈસાની લાલચ આપીને સેનામાં જોડવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, તેને કહેવામાં આવ્યું હતું કે જો તે રશિયન સેના વતી આ યુદ્ધમાં ભાગ લેશે તો તેને યુદ્ધ સમાપ્ત થયા બાદ રશિયન પાસપોર્ટ પણ આપવામાં આવશે.
આ પણ વાંચો: Taliban: કઝાકિસ્તાન થઈને અફઘાનિસ્તાન પહોંચ્યો ભારતીય, આતંકવાદી સંગઠન સાથે કનેક્શનની આશંકા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ