ભારતીય મહિલા ટીમનું શેડ્યુલ જાહેર, 2 ટીમ સામે રમશે બધી મેચ
- ભારતીય મહિલા ટીમનું શેડ્યુલ જાહેર
- રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ
- 10 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી વચ્ચે 3 મેચ રમાંશે.
Indian women'team schedule:ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ (Indian women'team schedule)સાથે ODI અને T20 સિરીઝ રમશે. જેના માટે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે જઈ રહી છે. પહેલા ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સાથે સીરિઝ રમશે, ત્યારબાદ તેનો મુકાબલો આયરલેન્ડની ટીમ સાથે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આજે આ બંને સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. જેમાંરાજકોટમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે
પ્રથમ સિરીઝ વેસ્ટ ઈન્ડિઝ સાથે થશે
સૌથી પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ ડિસેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે. જ્યાં મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમાશે. T20 સિરીઝની તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જે બાદ બરોડામાં ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. વનડે સિરીઝની પ્રથમ બે મેચ બપોરે 1.30 કલાકે અને ત્રીજી મેચ સવારે 9:30 કલાકે રમાશે.
🚨 NEWS 🚨
Team India (Senior Women) Fixtures for @IDFCFIRSTBank Home Series against West Indies and Ireland announced. #TeamIndia | #INDvWI | #INDvIRE
Details 🔽 https://t.co/gXJCVGvofm pic.twitter.com/CKnftSKVnp
— BCCI Women (@BCCIWomen) November 13, 2024
T20 સિરીઝ શેડ્યૂલ
- ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (પહેલી T20 મેચ) – 15 ડિસેમ્બર
- ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (બીજી T20 મેચ) – 17 ડિસેમ્બર
- ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (ત્રીજી T20 મેચ) – 19 ડિસેમ્બર
ODI સિરીઝ શેડ્યૂલ
- ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (પહેલી ODI) – 22 ડિસેમ્બર
- ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (બીજી ODI) - 24 ડિસેમ્બર
- ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (ત્રીજી ODI) - 27 ડિસેમ્બર
આ પણ વાંચો -IND vs SA : ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને આપ્યો 220 રનનો Target
આયર્લેન્ડ સામેની સિરીઝનું શેડ્યુલ
વેસ્ટ ઈન્ડિઝ બાદ આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2025માં ભારતનો પ્રવાસ કરશે. ટીમ ઈન્ડિયા રાજકોટમાં આયર્લેન્ડ સાથે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સામે IDFC ફર્સ્ટ બેંક ODI સિરીઝ ICC મહિલા ચેમ્પિયનશિપનો ભાગ છે.
આ પણ વાંચો -22 વર્ષની ઉંમરે T20I માં સદી ફટકારનાર તિલક વર્મા સૌથી યુવા ખેલાડી બન્યો
ODI સિરીઝ શેડ્યૂલ
- ભારત વિ આયર્લેન્ડ (પહેલી ODI) – 10 જાન્યુઆરી
- ભારત વિ આયર્લેન્ડ (બીજી ODI) - 12 જાન્યુઆરી
- ભારત વિ આયર્લેન્ડ (ત્રીજી ODI) – 15 જાન્યુઆરી