Indian Student Death In US : અમેરિકામાં વધુ એક વિદ્યાર્થીનું મોત
Indian Student Death In US : અમેરિકાની ટ્રાઈન યુનિવર્સિટીમાં (Trine University in America) અભ્યાસ કરતા 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી (25-year-old Indian student) નું ન્યૂયોર્ક રાજ્યના અલ્બાનીમાં ધોધમાં ડૂબી જવાથી મોત થયું હતું. ભારતીય વાણિજ્ય દૂતાવાસે (The Indian Embassy) અહીં આ માહિતી આપી હતી. સાંઈ સૂર્ય અવિનાશ ગડ્ડેનું મૃત્યુ 7 જુલાઈના રોજ અહીંથી લગભગ 240 કિમી ઉત્તરે અલ્બેનીના બાર્બરવિલે ધોધમાં ડૂબી જવાથી થયું હતું. દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “7 જુલાઈના રોજ ન્યૂયોર્કના અલ્બાનીમાં બાર્બરવિલે ધોધમાં ડૂબી ગયેલા ટ્રાઈન યુનિવર્સિટીના વિદ્યાર્થી સાઈ સૂર્ય અવિનાશના મૃત્યુથી અમે ખૂબ જ દુઃખી છીએ.”
ન્યૂયોર્કમાં ભારતીય વિદ્યાર્થીનું દુઃખદ અવસાન
ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોમવારે મોડી રાત્રે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું, 'અમે શોકગ્રસ્ત પરિવાર અને મિત્રો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે ન્યૂયોર્કમાં ભારતીય વિદ્યાર્થીના મૃતદેહને ભારત લઈ જવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવા સહિતની તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છીએ. તેમણે કહ્યું, 'આ મુશ્કેલ સમયે તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે.' સમાચારમાં કહેવામાં આવ્યું છે કે અવિનાશ મૂળ ભારતના તેલંગાણા રાજ્યનો હતો. મળી રહેલી માહિતી અનુસાર, તે ચોથી જુલાઈના વીકએન્ડની રજામાં ધોધ વિસ્તારમાં આવ્યો હતો. સોમવારે એક સ્થાનિક સમાચાર અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 'રવિવારે પોસ્ટેનકિલના બાર્બરવિલે ધોધમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો.
અમેરિકામાં ભારતીયો પર હુમલાની વધુ એક ઘટના
રેન્સેલર કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે મૃત્યુ પામનાર વ્યક્તિ આ વિસ્તારનો નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ભારતીયો, ખાસ કરીને વિદ્યાર્થીઓના મોતની વધતી જતી ઘટનાઓમાં આ તાજો કિસ્સો છે. ગયા મહિને અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક સ્ટોરમાં લૂંટ દરમિયાન 32 વર્ષીય દશારી ગોપીકૃષ્ણની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોપીકૃષ્ણ એક વર્ષ કરતા ઓછા સમય પહેલા અમેરિકા આવ્યા હતા. આ વર્ષે અમેરિકામાં 6થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય લોકોના મોત થયા છે.
આ પણ વાંચો - હવે એલિયન્સને જોવા NASA માટે ડાબા હાથનો ખેલ!
આ પણ વાંચો - ફ્રાન્સમાં સત્તા પરિવર્તન, ચૂંટણી પરિણામ બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી