Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Saudi Arabia: ઉમરા યાત્રામાં ભારતીય મુસ્લિમોએ તોડ્યો રેકોર્ડ

સાઉદી અરેબિયામાં ભારતીય મુસ્લિમોએ અનોખી પદવી હાંસલ કરી સાઉદી અરેબિયાના સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે 2023માં કુલ 18 લાખ ભારતીય મુસ્લિમો ઉમરા કરવા જઈ રહ્યા છે. આ સાથે ભારતીયો સાઉદી અરેબિયામાં ઉમરા માટે જનારા ત્રીજા સૌથી મોટા વિદેશી બની ગયા...
saudi arabia  ઉમરા યાત્રામાં ભારતીય મુસ્લિમોએ તોડ્યો રેકોર્ડ

સાઉદી અરેબિયામાં ભારતીય મુસ્લિમોએ અનોખી પદવી હાંસલ કરી

Advertisement

સાઉદી અરેબિયાના સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે 2023માં કુલ 18 લાખ ભારતીય મુસ્લિમો ઉમરા કરવા જઈ રહ્યા છે. આ સાથે ભારતીયો સાઉદી અરેબિયામાં ઉમરા માટે જનારા ત્રીજા સૌથી મોટા વિદેશી બની ગયા છે. સાઉદી તરફથી જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર અધિકારીઓએ કહ્યું કે તેમને આશા છે કે આવનારા વર્ષોમાં ભારતમાંથી ઉમરા માટે આવનાર લોકોની સંખ્યામાં વધુ વધારો થશે.

ઉમરા પરંપરાનો સંપૂર્ણ ઈતિહાસ

Advertisement

ઉમરાએ સાઉદી અરેબિયાના સૌથી પવિત્ર ઇસ્લામિક શહેર મક્કાની યાત્રા છે. જે હજથી વિપરીત વર્ષના કોઈપણ સમયે કરી શકાય છે. ભારતીય મુસ્લિમો ઉમરા માટે જતાં મુસ્લિમોનો ત્રીજો સૌથી મોટો સમૂહ છે. ઉમરાહ સાઉદી અરેબિયામાં મક્કાની મસ્જિદમાં કરવામાં આવે છે. ઉમરાએ ટૂંકી ધાર્મિક યાત્રા છે જે બે કલાકમાં પૂર્ણ થાય છે.

ઉમરા યાત્રા દરમિયાનના નિયમો

Advertisement

ઉમરા માટે સાઉદી અરેબિયા જતા લોકો મક્કામાં કાબાની આસપાસ પરિક્રમા કરે છે. ઉમરા માટે જતા મુસ્લિમો ખાસ પ્રકારના કપડાં ઇહરામ પહેરે છે. તે એક સિલાઇ વગરનું કાપડ છે જે ફક્ત પુરુષો જ પહેરે છે. સ્ત્રીઓ માટે ઇહરામ જરૂરી નથી. તેણી પોતાની પસંદગીના કોઈપણ યોગ્ય કપડાં પહેરીને ઉમરા કરી શકે છે.

આ પણ વાંચો: Japan Moon Mission: ભારત બાદ જાપાન પણ ચંદ્ર પર ઈતિહાસ રચશે

Tags :
Advertisement

.