IND vs SL ODI Series: શ્રીલંકાએ ODI સીરિઝ માટે ટીમની કરી જાહેરાત
- ભારત સામે ODI સિરીઝ માટે શ્રીલંકાએ ટીમની જાહેરાત કરી
- કુસલ મેન્ડિસને ODI કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો છે
- ચરિથ અસલંકાને વનડેમાં પણ કેપ્ટનશીપ સોંપવામાં આવી છે
IND vs SL ODI Series:ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર ત્રણ મેચની T20 સિરીઝ રમી રહી છે. બંને મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ સિરીઝ પર કબજો કરી લીધો છે. આ સિરીઝની છેલ્લી મેચ મંગળવારે રમાશે. જેમાં ભારતીય ટીમ જીતનો સિલસિલો જાળવી રાખીને શ્રીલંકાનો સફાયો કરવા ઈચ્છશે. T20 સિરીઝ બાદ ODI સીરીઝ 2 ઓગસ્ટથી (IND vs SL ODI Series)કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શરૂ થશે. ભારત સામેની ODI સિરીઝ માટે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી છે.
ચારિથ અસલંકાને ODIની કમાન સોંપી
શ્રીલંકાના પસંદગીકારોએ કુસલ મેન્ડિસને ODI કેપ્ટનશીપથી હટાવી દીધો છે. ચરિથ અસલંકાને વનડેમાં પણ કેપ્ટનશીપ આપવામાં આવી છે. ચરિથ અસલંકા T20માં કેપ્ટનશીપ કરતા જોવા મળે છે. એટલે કે ચરિથ અસલંકા સફેદ બોલની ક્રિકેટમાં શ્રીલંકાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. ગયા વર્ષે ડિસેમ્બરમાંકુસલ મેન્ડિસે દાસુન શનાકાના સ્થાને શ્રીલંકાની ODI ટીમની કમાન સંભાળી હતી. જ્યારે વાનિન્દુ હસરંગાને T20નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ T20 વર્લ્ડકપ બાદ શ્રીલંકાએ એક મોટો ફેરફાર કરીને ચરિથ અસલંકાને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતા. હવે તેને વનડેની પણ જવાબદારી સોંપવામાં આવી છે.
📢 Sri Lanka ODI squad for India Series 📢 #SLvIND pic.twitter.com/FRVzXGyOoW
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 30, 2024
શ્રીલંકાની વનડે ટીમ
ચરિથ અસલંકા (C), પથુમ નિસાંકા, આવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, સદીરા સમરવિક્રમા, કામિન્દુ મેન્ડિસ, જેનીથ લિયાનાગે, નિશાન મદુષ્કા, વાનિન્દુ હસરંગા, દુનિથ વેલલાગે, ચમિકા કરુણારત્ને,મહિશ તિક્ષ્ણા, અકિલા ધનંજય, દિલશાન મદુશંકા, મથિશા પથિરાના, અસિથા ફર્નાન્ડો
ભારતની વનડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ , રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.
ત્રણ મેચની ODI સિરીઝનું શેડ્યુલ
- પ્રથમ ODI- 2 ઓગસ્ટ 2024
- બીજી ODI- 4 ઓગસ્ટ 2024
- ત્રીજી ODI- 7 ઓગસ્ટ 2024
આ પણ વાંચો -Paris Olympic 2024 : ભારતીય હોકી ટીમે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું
આ પણ વાંચો -Paris Olympic 2024 : બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગની જોડીની આગેકૂચ, માત્ર 22 મિનિટમાં મેળવી જીત
આ પણ વાંચો -Paris Olympic 2024 : તીરંદાજીમાં ભારતની Bhajan Kaur ની જીત