પુત્રવધુ પર તાંત્રિક વિધિ કરાવવાનો સસરિયાઓનો આરોપ , તાંત્રિક વિધિના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
શહેરના મોટેરા વિસ્તારમાં પુત્રવધુએ સાસરીવાળા સામે તાંત્રિક વિધી કરી હોવાની ફરીયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમા નોંધાઈ છે.સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ પાસે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે કોઈ પુરુષ વ્યક્તિ ઘરની દીવાલ ઉપર લીંબુ તથા અગરબત્તી અને અન્ય સામગ્રી મૂકી રહ્યો છે..આ મામલે પોતાની પુત્ર વધુ સામે ગંભીર આરોપો ફરિયાદીઓ દ્વારા મૂકવામાં આવ્યા છે. ફરિયાદીના ઘરà
Advertisement
શહેરના મોટેરા વિસ્તારમાં પુત્રવધુએ સાસરીવાળા સામે તાંત્રિક વિધી કરી હોવાની ફરીયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમા નોંધાઈ છે.સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ પાસે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે કોઈ પુરુષ વ્યક્તિ ઘરની દીવાલ ઉપર લીંબુ તથા અગરબત્તી અને અન્ય સામગ્રી મૂકી રહ્યો છે..આ મામલે પોતાની પુત્ર વધુ સામે ગંભીર આરોપો ફરિયાદીઓ દ્વારા મૂકવામાં આવ્યા છે. ફરિયાદીના ઘરમાં છેલ્લા થોડાક સમયથી ઘરેલુ ઝઘડા ચાલી રહ્યા હતા જેના કારણે આ સમગ્ર બાબત સામે આવી હોય તેવું અનુમાન પોલીસ લગાવી રહે છે
2015માં થયા હતા લગ્ન
વર્ષ 2015માં સમાજીક રીતરીવાજ મુજબ થયા હતા. બે વર્ષના લગ્ન જીવનમાં નિષ્ઢા અને પ્રવિણ વચ્ચે મનમેળ નહી આવતા બન્ને અલગ થઇ ગયા હતા. નિષ્ઠાએ પ્રવિણ તેમજ તેના માતા પિતા વિરૂદ્ધ કોર્ટમાં અનેક વખત ફરિયાદ કરી હતી જે કેસો હાલ ચાલી રહ્યા છે. 23 જુલાઇ 2022ના રોજ પ્રવિણ અને તેનો પરિવાર ઉઠ્યો ત્યારે તેમણે ઘરની બહાર જોયુ તો તાંત્રિક વિધીના સામાન પડ્યો હતો જેના ઉપર પ્રવિણના નાના ભાઇનો ફોટોગ્રાફ્સ પણ હતો.. આ જોઈને સમગ્ર પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને હેબતાઈ ગયો હતો.
કોર્ટના આદેશ બાદ ફરીયાદ દાખલ
મળતી માહિતી પ્રમાણે પ્રવિણની માતા એ 23 જુલાઇના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ફરિયાદ આપી છતાંય પોલીસે ગુનો દાખલ કર્યો નહી જેથી અંતે ગાંધીનગર કોર્ટના આદેશ બાદ સીઆરપીસી 156(3) મુજબ ગુનો દાખલ કરવા માટેનો આદેશ કર્યો હતો.કોર્ટે આદેશ કર્યા બાદ ગઇકાલે ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસ હવે સીસીટીવી ને એફએસએલ માં મોકલી ને આગળ ની કાર્યવાહી કરશે...
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.