Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ફર્સ્ટના અહેવાલની ઈમ્પેક્ટ, અમદાવાદમાં 17 પીઆઈની બદલી

અમદાવાદના 7 જેટલા પોલીસ સ્ટેશનમાં પીઆઇ મુકવામાં ન આવતા હોવાના ગુજરાત ફર્સ્ટે રજુ કરેલા અહેવાલના પડઘા પડ્યા છે. ગુજરાત ફર્સ્ટે રજુ કરેલા અહેવાલ બાદ 7 પોલીસ સ્ટેશનમાં પીઆઇની નિમણુંક કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પીઆઈની બદલીઓ થતા બાદ ધણાં દિવસોથી 7 પોલીસ સ્ટેશનમાં પીઆઈને મુકવામાં ન આવતા હોવાનો અહેવાલ ગુજરાત ફર્સ્ટએ ચલાવતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરનાં 7 પોલીસ સ્ટેશ
ગુજરાત ફર્સ્ટના અહેવાલની ઈમ્પેક્ટ  અમદાવાદમાં 17 પીઆઈની બદલી
અમદાવાદના 7 જેટલા પોલીસ સ્ટેશનમાં પીઆઇ મુકવામાં ન આવતા હોવાના ગુજરાત ફર્સ્ટે રજુ કરેલા અહેવાલના પડઘા પડ્યા છે. ગુજરાત ફર્સ્ટે રજુ કરેલા અહેવાલ બાદ 7 પોલીસ સ્ટેશનમાં પીઆઇની નિમણુંક કરવામાં આવી છે. 
અમદાવાદ શહેરમાં પીઆઈની બદલીઓ થતા બાદ ધણાં દિવસોથી 7 પોલીસ સ્ટેશનમાં પીઆઈને મુકવામાં ન આવતા હોવાનો અહેવાલ ગુજરાત ફર્સ્ટએ ચલાવતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરનાં 7 પોલીસ સ્ટેશનમાં પીઆઈને મુકવાની સાથે કુલ 17 પીઆઈની બદલીઓ કરવામાં આવી છે.
અમદાવાદમાં અન્ય જિલ્લામાંથી આવેલા 6 જેટલા લીવ રિઝર્વ પીઆઈને પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.જેમાં ટી.આર ભટ્ટને પીસીબીનાં પીઆઈ તરીકે, પી.ટી ચૌધરીને કારંજનાં પીઆઈ તરીકે, એ.એ દેસાઈને રખિયાલ પીઆઈ તરીકે, ડી.ડી પરમારને EOW માં બદલી કરાઈ છે, સાથે જ એ.એસ પટેલને એસ.જી ટ્રાફિક 1માં, એન.આર વાઘેલાને સોલા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.. વી.એ દેસાઈને  ટ્રાફિકમાંથી સરખેજમાં બદલી કરાઈ છે તેમજ કાગડાપીઠ સેકેન્ડ પીઆઈ પી.કે પટેલની નવરંગપુરામાં બદલી કરવામાં આવી છે.. કંટ્રોલરૂમનાં પીઆઈ વાય.એસ ગામીતને વટવા GIDC પીઆઈ બનાવાયા છે..
રખિયાલ પીઆઈ જે.વી રાઠોડની અમરાઈવાડીમાં બદલી કરવામાં આવી છે.. સાયબર ક્રાઈમ પીઆઈ પી.બી ખાંભલાની રાણીપમાં, સરખેજ પીઆઈ એસ.જી દેસાઈની ક્રાઈમ બ્રાન્ચમાં,, જ્યારે નવરંગપુરા પીઆઈ આર જે ચુડાસમાની આનંદનગરમાં બદલી કરાઈ છે..વટવા પીઆઈ એચ.વી સિસારાને ક્રાઈમ બ્રાન્ચમાં મુકાયા છે અને સાથો સાથ SOG પીઆઈ એમ.સી ચૌધરીની વાસણા પોલીસ સ્ટેશનમાં અને અન્ય SOG પીઆઈ જે.બી ખાંભલાની શાહપુરમાં બદલી કરવામાં આવી છે.. રાણીપ પીઆઈ કે.એ ગઢવીને વટવા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.
Advertisement
Tags :
Advertisement

.