Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'સેવા' સંસ્થાના સ્થાપક ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન, આવતીકાલે યોજાશે અંતિમ યાત્રા

અમદાવાદમાં સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટનું અવસાન થયું છે. 89 વર્ષની વયે બિમારીના કારણે હોસ્પિટલમાં તેમનું નિધન થયું.ઇલાબહેન ભટ્ટનો જન્મ 7 સપ્ટેમ્બર 1933ના રોજ અમદાવાદમાં  થયો હતો.. તેમના પિતાનું નામ સુમંતરાય ભટ્ટ તથા માતાનું નામ માતા વનલીલા વ્યાસ હતુ. પિતા સુમંતરાય ભટ્ટ એક સફળ વકીલ હતા અને તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા.તેમની કુલ ત્રણ પુત્રà«
 સેવા  સંસ્થાના સ્થાપક ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન  આવતીકાલે યોજાશે અંતિમ યાત્રા
અમદાવાદમાં સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટનું અવસાન થયું છે. 89 વર્ષની વયે બિમારીના કારણે હોસ્પિટલમાં તેમનું નિધન થયું.ઇલાબહેન ભટ્ટનો જન્મ 7 સપ્ટેમ્બર 1933ના રોજ અમદાવાદમાં  થયો હતો.. તેમના પિતાનું નામ સુમંતરાય ભટ્ટ તથા માતાનું નામ માતા વનલીલા વ્યાસ હતુ. પિતા સુમંતરાય ભટ્ટ એક સફળ વકીલ હતા અને તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા.તેમની કુલ ત્રણ પુત્રીઓમાં ઇલાબહેન ભટ્ટ બીજા ક્રમે હતાં.
પદ્મશ્રી અને પદ્મભૂષણથી હતા સમ્માનિત 
1985માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો અને 1986માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1977માં તેમને રેમોન મેગ્સેસે પુરસ્કાર મળ્યો અને 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો.ઇલાબેને તેમના જીવનકાળ દરમિયાન અનેક મહિલાઓ માટે કામ કર્યું છે.છેલ્લે ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ પદે પણ સેવા આપી રહ્યા હતા
સમગ્ર પરિવારમાં દેશપ્રેમની ભાવના 
અમદાવાદમાં સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટના નાના અમદાવાદના જાણીતાં સર્જન હતાં અને સરકારી હોસ્પિટલ્સમાં લોકોની સેવા કરતા હતાં. આઝાદીની લડાઈમાં સક્રિય રૂપે ભાગ લેવાના ઈરાદાથી તેમણે તેમની નોકરી છોડી દીધી હતી.ઈલાબહેનના ત્રણેય મામા પણ સ્વતંત્રતા સેનાની હતાં. આખાયે પરિવારમાં દેશપ્રેમ કૂટી-કૂટીને ભરેલો હતો. આખા પરિવાર પર મહાત્મા ગાંધીનો ઘણો પ્રભાવ હતો. આ પરિવાર ગાંધીજીના દરેક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતો હતો.
Advertisement
Tags :
Advertisement

.