IFFCO Election: IFFCO ના નવા ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયાની વરણી
IFFCO Election: હાલમાં, દેશમાં લોકસભા ચૂંટણી 2024 નો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ 7 મેના રોજ ગુજરાતમાં કુલ 26 બેઠકો પૈકી 25 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ચૂંટણી માહોલ વચ્ચે વધુ સહકારી સંસ્થાના ડિરેક્ટર (IFFCO Election Director) ઉમેદવાર માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગુજરાત ઈફકોની (IFFCO Election Director) ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.
IFFCO ના નવા ચેરમેન પદ પર ઉમેદવાર સામે આવ્યા
ભાજપ મેન્ડેટ વગર જેતપુરના ધારાસભ્યએ જીત મેળવી
ધારાસભ્ય જયેશ મેન્ડેટ બન્યા IFFCO ના ચેરમેન
તાજેતરમાં ઈફકો ચૂંટણીની મત ગણતરી (IFFCO Election Director) શરૂ કરવાામાં આવી છે. ઈફકોના 182 મતદારો પૈકી 180 મતદારોએ મત આપ્યો છે. તેની સાથે પહેલી મત ગણતરીની (IFFCO Election Director) બોક્સ પણ ખુલી ગયું છે. તે ઉપરાંત આ વખતે ઈફકો માટે (IFFCO Election Director) જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા અને બિપિન પટેલ ઉમેદવાર તરીકે સામે આવ્યા હતા. આ બંને નેતા ભાજપના માનવામાં આવે છે.
આ પણ વાંચો: IFFCO Election: IFFCO ના નવા પ્રમુખ તરીકે જયેશ રાદડિયાની વરણી
પહેલા બોક્સની મત ગણતરીમાં જ જેતપુરના ધારાસભ્ય આગળ હતા
IFFCOના ડિરેક્ટરની ચૂંટણીનું પરિણામ જાહેર
ગુજરાત બેઠક પરથી ડિરેક્ટર બન્યા જયેશ રાદડિયા
જયેશ રાદડિયા અને બિપિન પટેલ ગોતા વચ્ચે હતો સીધો જંગ
ભાજપના સહકારી સેલના બિપિન પટેલ ગોતાને આપવામાં આવ્યું હતું મેન્ડેટhttps://t.co/GVt3FgPcKw @IFFCO_PR @Dileep_Sanghani @ijayeshradadiya… pic.twitter.com/soEAK0OWiq— Gujarat First (@GujaratFirst) May 9, 2024
પરંતુ આ વખતે ઈફકોની ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું. ત્યારે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી ઘોષિત કરી છે. તેની સાથે દિલ્હી ખામે જયેશ રાદડિયા દ્વારા 100 થી વધુ સૌરાષ્ટ્રના મતદારોને પોતાની તરફ કરીને મત આપવા માટે લઈ જવામાં આવ્યા છે. તેની સાથે જયેશ રાદડિયા આ ચૂંટણીમાં વિજય મેળવશે, તેવી કંડોરણાના લોકો દ્વારા કરવામાં આવી છે. ત્યારે પહેલા મત ગણતરીમાં ધારાસભ્ય જયેશ રાદડિયા પહેલા બોક્સની મત ગણતરીમાં આગળ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ભરૂચમાંથી ઝડપાયો પાકિસ્તાની ISI Agent, ભારત સાથે કરી રહ્યો હતો ગદ્દારી
ભાજપ મેન્ડેટ વગર જયેશ રાદડિયાનો વિજય
આ ચૂંટણીમાં 180 મત પૈકી 111 મત સાથે જેતુપરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિજય મેળવ્યો છે. જોકે પહેલા બોક્સની મત ગણતરી કરતી વખતે બિપિન પટેલને 39 અને ધારાસભ્ય જયેશ રાદડિયા 60 મત મળ્યા હતા. ત્યારે બીજા બોક્સની મત ગણતરીના સમયે આ લીડ સાથે 180 પૈકી 111 મત સાથે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાજપ મેન્ડેટ વગર ભાજપના મેન્ડેટ ઉમેદવાર બિપિન પટેલ સામે શાનદાર વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો: LOKSABHA 2024 : લોકસભાનું મતદાન પૂર્ણ થતા સટ્ટા બજારમાં ખુલ્યા ગુજરાતની સીટના ભાવ, જાણો કોણ છે ફેવરિટ