Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICG Rising Day: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતી દરિયાઈ સુરક્ષાની સિદ્ધિઓ ગણાવી

ICG Rising Day: ભારતીય કોસ્ટ ગાર્ડ 01 ફેબ્રુઆરી 2024 ના રોજ તેનો 48 મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોરબંદરના ICG જિલ્લા મુખ્યાલય નંબર 1 પર સશસ્ત્ર દળના ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર માટે Rising Day સમારોહમાં...
icg rising day  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતી દરિયાઈ સુરક્ષાની સિદ્ધિઓ ગણાવી

ICG Rising Day: ભારતીય કોસ્ટ ગાર્ડ 01 ફેબ્રુઆરી 2024 ના રોજ તેનો 48 મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોરબંદરના ICG જિલ્લા મુખ્યાલય નંબર 1 પર સશસ્ત્ર દળના ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર માટે Rising Day સમારોહમાં સામેલ થયા. આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે અન્ય સશસ્ત્ર દળોના પ્રતિષ્ઠિત મહેમાનો પણ હાજર રહ્યા હતા.

Advertisement

  • ભારત પાસે 1978 માં માત્ર 7 જહાજો
  • ગાંધીનગર થી દમણ અને દીવ સુધીની દરિયાઈ સીમા સુરક્ષા
  • રાજ્યપાલ ICG ની સિદ્ધિઓ ગણાવી

ભારત પાસે 1978 માં માત્ર 7 જહાજો

ICG Rising Day

ICG Rising Day

Advertisement

ભારતીય દરિયાઈ સશસ્ત્ર દળએ વિશ્વસ્તરે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જો કે ભારતે 1978 માં માત્ર 7 જહાજોથી શરૂઆત કરી હતી. તો છેલ્લા ચાર દાયકામાં 150 થી વધુ જહાજો અને 70 વિમાનો સાથેના cognet force માં ભારતે ઝડપથી વિકાસ કર્યો છે. ICG ભારતના અને તેનાથી આગળના વિસ્તારોના દરિયાઈ ક્ષેત્રોમાં સુરક્ષા અને સલામતી જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ગાંધીનગર થી દમણ અને દીવ સુધીની દરિયાઈ સીમા સુરક્ષા

ICG Regional Headquarters ની સ્થાપના 16 ડિસેમ્બર 2009 ના રોજ ICG દ્વારા ગાંધીનગરથી દમણ અને દીવની સંવેદનશીલ દરિયાઈ સીમાને મજબૂત કરવા માટે કરવામાં આવી હતી. આ ICG Headquarters માં સુરક્ષા સર્વેલન્સ માટે દરરોજ સરેરાશ 20 થી 25 જહાજો અને 2 થી 3 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે.

Advertisement

રાજ્યપાલ ICG ની સિદ્ધિઓ ગણાવી

આ સમારંભ દરમિયાન રાજ્યપાલે જિલ્લા મુખ્યાલય નંબર 1 ખાતે અદ્યતન કલા સભાગૃહ 'અરવલી' નું ઉદ્ઘાટન કર્યું હતું. જે પોરબંદરમાં ઉચ્ચ સ્તરીય બેઠકો અને કાર્યક્રમોનું આયોજન કરવાની ક્ષમતા પ્રદાન કરશે. તેમણે દરિયાની સુરક્ષામાં ICG ની ભૂમિકાની પ્રશંસા કરી અને રાષ્ટ્ર વિરોધી તત્વો સામેની તેની કાર્યવાહીનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. જેમાં છેલ્લા એક વર્ષમાં 425 કરોડની કિંમતના 61 કિલો નાર્કોટિક્સ, ત્રણ વિદેશી જહાજો અને 22 વિદેશી નાગરિકોને પકડ્યા હતા. તેમણે વર્ષ દરમિયાન સમુદ્રમાં 85 લોકોના જીવ બચાવવામાં તેની ભૂમિકાની અને ચક્રવાત બિપરજોય દરમિયાન સક્રિય કાર્યવાહીની પણ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: lakhpati didi yojana budget: Union Budget 2024 માં મહિલાઓના આર્થિક વિકાસને મળ્યું અમૂલ્ય પ્રાધાન્ય

Tags :
Advertisement

.