ICC Test Ranking: હેરી બ્રુકે ભારતીય બેટ્સમેનોને પછાડીને લગાવી મોટી છલાંગ
- ICC ટેસ્ટ રેન્કિંગમાં ઇંગ્લેન્ડના ખેલાડીએ લગાવી છલાંગ
- હેરી બ્રુક વિશ્વનો બીજો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન બન્યો
- હેરી બ્રુકે ત્રેવડી સદી ફટકારી હતી
ICC Test Rankings: ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન હેરી બ્રુકે (Harry Brook)તાજેતરની ICC Test Rankings માં મોટી છલાંગ લગાવી છે. બ્રુકને પાકિસ્તાન સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારવાનું ઈનામ મળ્યું છે અને તે વિશ્વનો બીજો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટનું નંબર વનનું સ્થાન યથાવત છે. રૂટે તેની ટેસ્ટ કારકિર્દીના સર્વોચ્ચ રેટિંગ પોઈન્ટ્સ હાંસલ કર્યા છે.
હેરી બ્રુકે લાંબો કૂદકો માર્યો
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર ત્રેવડી સદી ફટકારનાર હેરી બ્રુકે તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. પાકિસ્તાન વિરૂદ્ધ સિરીઝની શરૂઆત પહેલા બ્રુક 13મા સ્થાને હતો. જો કે બ્રુકને મુલ્તાન ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારવાનો મોટો ફાયદો મળ્યો છે. બ્રુકે 11 સ્થાનની છલાંગ લગાવી છે અને હવે તે કેન વિલિયમસન સાથે સંયુક્ત રીતે વિશ્વનો બીજો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બની ગયો છે. બ્રુકે એક સાથે ત્રણ ભારતીય બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. બ્રુક બીજા સ્થાને પહોંચી જતાં યશસ્વી જયસ્વાલ હવે ચોથા સ્થાને સરકી ગઈ છે.
Widening the gap to his contemporaries, Joe Root is now chasing the game's greatest-ever with a career-high Test batting ranking 🏏
Details 👉 https://t.co/4pWTQLsuyX pic.twitter.com/N1DSH69FIk
— ICC (@ICC) October 16, 2024
આ પણ વાંચો -બાંગ્લાદેશ ક્રિકેટના હેડ કોચ Chandika Hathurusingha સસ્પેન્ડ
કોહલીને પણ નુકસાન થયું
ICC Test Ranking માં હેરી બ્રુકના આગળ નિકળ વાથી વિરાટ કોહલીને પણ નુકસાન થયું છે. કોહલી એક સ્થાન સરકીને હવે સાતમા નંબરે છે. જ્યારે ઋષભ પંત નવમા નંબર પર છે. તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં કોહલીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. કોહલી 2 મેચની ચાર ઇનિંગ્સમાં માત્ર 99 રન જ બનાવી શક્યો હતો અને તેનો સર્વોચ્ચ સ્કોર 47 રન હતો. વિરાટ આ વર્ષે અડધી સદી પણ ફટકારી શક્યો નથી.
આ પણ વાંચો -મોહમ્મદ શમીની વાપસી પર રોહિત શર્માએ શું કહ્યું..
રૂટ પ્રથમ સ્થાન પર
જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. રૂટે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ રેટિંગ હાંસલ કર્યું છે. આ રૂટમાં હવે 932 રેટિંગ પોઈન્ટ છે. રૂટે નંબર વન પોઝિશન પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે. રૂટ અને કેન વિલિયમસન વચ્ચે હવે 100 થી વધુ રેટિંગ પોઈન્ટ્સનો તફાવત છે. પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રૂટે શાનદાર બેટિંગ કરી હતી અને બેવડી સદી ફટકારી હતી.